મોરબીના સંગીતકારે શહીદોની સ્મૃતિમાં અદ્ભૂત સોન્ગ બનાવ્યું

- text


ટુંક સમયમાં મોરબી શહેર ઉપરનું સોન્ગ પણ રિલીઝ કરાશે

મોરબી : મોરબીના એક સંગીતકારે પોતાના બેન્ડ સાથે મળીને પુલવામાં ખાતેના હુમલામાં શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિમાં એક અદભુત સોન્ગ તૈયાર કર્યું છે. આ સોન્ગ તેઓએ યુટ્યુબમાં પણ અપલોડ કર્યું છે.

https://www.youtube.com/watch?v=OFIeA8zZaMI&feature=youtu.be

મોરબીના ડો. હર્ષવર્ધન ગઢવી પોતાના અમદાવાદ રહેતા મિત્રો હાર્દિક ગોહિલ અને પાર્થ પટાડિયા સાથે મળીને તાંડવમ બેન્ડ ચલાવે છે. આ બેન્ડ દ્વારા પુલવામાં ખાતે થયેલા હુમલાના શહીદોની સ્મૃતિમાં રોશની નામનું એક અદભુત સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. જે યુટ્યુબમાં પણ અપલોડ કરવામાં આવ્યું છે. આ સોન્ગ અંગે મોરબીના ડો. હર્ષવર્ધન ગઢવીએ જણાવ્યું કે ભારતીય સેનાનો જુસ્સો વધારવા તેઓ દ્વારા આ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. હાલ તેઓ દ્વારા મોરબી શહેર ઉપર પણ એક સોન્ગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવનાર છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text