ટંકારા : દાદુ ફાઉન્ડેશન દ્વારા વિરપરમાં નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગ કલાસ શરૂ કરાયો

સ્પર્ધાતમક પરીક્ષાઓ તેમજ કોમ્પ્યુટરના બેઝિક કોર્ષ માટે વિનામૂલ્યે માર્ગદર્શન અપાશે

ટંકારા : દાદુ ફાઉન્ડેશન મોરબી દ્વારા ટંકારા તાલુકાના વિરપર ગામે નિઃશુલ્ક ચાલનારા કોચિંગ કેમ્પનું તા.10 માર્ચને રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દાદુ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ કુલદીપ ચાવડાના માતા હંસાબેનના જન્મદિવસના દિવસે આ કોચિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તદ્દન નિઃશુલ્ક ચાલનારા આ કોચિંગ ક્લાસમાં કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ઉપરાંત તમામ સ્પર્ધાતમક પરીક્ષાઓ જેવીકે કલાસ 3, તલાટી, જુનિયર ક્લાર્ક, GPAC, રેલવે જેવા સરકારી નોકરીઓ માટે માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ દરેક કોર્સની કોચિંગ પ્રક્રિયા ઓનલાઈન ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ઇચ્છુક વિદ્યાર્થીઓ તેમજ ઉમેદવારો આ કોચિંગ ક્લાસનો લાભ લ્યે તે માટે મો.નં. 9998478505 ઉપર વધુ માહિતી મેળવી શકાશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en