મોરબી પીપળી ગામે કુવામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી : હત્યાની આશંકા

- text


શરીરે દોરડા સાથે પથ્થર બાંધીને કૂવામાં ફેંકી દેવાયેલી લાશ મળતા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીના પીપીળી ગામ નજીક કૂવામાંથી એક યુવાનની પથ્થર સાથે દોરડું બાંધીને ફેંકી દેવાયેલી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા હત્યાની દ્રઢ શંકા ઉદભવી છે.પોલીસે હાલ લાશને પીએમ અર્થે ખસેડી આ રહસ્યમય બનાવનો તાગ મેળવવા મથામણ શરૂ કરી છે.

આ બનાવની મોરબી ફાયર વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર આજે બપોરના સમયે મોરબીના પીપળી ગામની ભાગોળે આવેલા કૂવામાં એક અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ તરતી હોવાની કોઈએ જાણ કરતા મોરબી ફાયર વિભાગના વિનયભાઈ ભટ્ટ.ડી.ડી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બીગ્રેડએ કૂવામાં ઉતરીને યુવાનની લાશ બહાર કાઢી હતી.બાદમાં પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.આ બનાવની સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મૃતક યુવાનની ઉંમર આશરે 35 વર્ષની હોવાની શક્યતા છે.લાશને દોરડા વડે પથ્થર બાંધીઅને ગોદડું વીટેલું હોવાથી આ બનાવ હત્યાનો હોવાની દ્રઢ શંકા છે.યુવાનની લાશ કોહવાયેલી હોવાથી હાલના તબબકે ઓળખ થઈ શકી નથી.હાલ તાલુકા પોલીસે આ રહમય બનાવની કડીઓ મેળવવા ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text