મોરબી : ગૌશાળાના લાભાર્થે નવ દિવસીય ભાગવત કથાનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લાના મેઘપર ઝાલામાં ગૌશાળાના લાભાર્થે તારીખ 17ને રવિવારથી તારીખ તારીખ 25ને સોમવાર સુધી નવ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય વક્તા બાળવિદુષી રતનબેન છે.

આ કથામાં પોથીયાત્રા, અંબે પ્રાગટ્ય, શાકમ્બરી પ્રાગટ્ય, ચામુંડા પ્રાગટ્ય, મહાકાળી પ્રાગટ્ય, નંદ મહોત્સવ, શિવ શક્તિ વિવાહ તથા ખોડિયાર પ્રાગટ્ય જેવા પ્રસંગોની ઉજવણી તથા કથા વીરામ તારીખ 25ને સોમવારે થશે. આ કથા મેઘપર ઝાલાની રામદેવ ગૌશાળા ખાતે સવારે 9:00 થી 12:00 તથા બપોરે 3:00 થી 6:00 યોજાશે. આ નવ દિવસીય આયોજનમાં કથાનો લાભ લેવા આવનાર તમામ મહેમાનો તથા ભાવિકોને ત્રણ ટાઈમ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં ઈ છે. મોરબી ઉપરાંત વાઘગઢ, રાજકોટ, ગોર ખીજડીયા, ટીમ્બડી, લાલપર, લીલાપર, સુંદરગઢ, રત્નાલ, ટંકારા, હરીપર વગેરે જેવા ગામોના દાતાઓ આ મહાપ્રસાદમાં દાન આપવાના છે. આ ઉપરાંત તારીખ 23ને શનિવારે રાત્રે બોટાદની ગરબા મંડળી દ્વારા રસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કથાનો લાભ લેવા માટે નિમંત્રક મહંત રવિરામ બાપુ(રામદેવપીર ની જગ્યા, મો. નં. 9978013414) દ્વારા અનુરોધ કરાયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text