બાળકોને ચાણક્ય જેવા પ્રતિભાશાળી બનાવવા મોરબીમાં શરૂ થઈ ચાણક્ય પ્રિ સ્કૂલ : વાંચો વિશેષ અહેવાલ

બાળકોને મોબાઈલ એપ થકી નવી જ પદ્ધતિ સાથે શિક્ષણ : આધુનિક શિક્ષણની સાથે બાળકોમાં સિંચન કરાશે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો : પ્રત્યેક ક્લાસમાં ફક્ત ૧૪ બાળકો : ટોડલર, નર્સરી, જુનિયર અને સિનિયર કેજી સુધીની સુવિધા

મોરબી : સિરામિક હબની સાથે એજ્યુકેશન હબ તરીકે વિકસી રહેલા મોરબીના વાલીઓને હવે પ્રિ સ્કૂલ માટે ચિંતા નહિ કરવી પડે, સમગ્ર ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના જતન સાથે ઈંગ્લીશ મીડીયમનું શિક્ષણ આપવામાં ચાણક્ય ગણાતી સંસ્થા “ચાણક્ય કિડ્સ સ્કૂલ” આગામી એપ્રિલ મહિનાથી મોરબી શહેરમાં પ્રિ સ્ફુલ શરૂ કરવા જઈ રહી છે.

મોરબીમાં એજ્યુકેશન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવ્યો છે અને હવે સ્થાનિક સંસ્થાઓની સાથે – સાથે દેશ – વિદેશમાં શૈક્ષણિક ક્ષેત્રે ટોચનું નામ ધરાવતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પણ મોરબીમાં આગમન કરી ચુકી છે ત્યારે મોરબીમાં પ્રિ સ્કૂલ ક્ષેત્રે વાલીઓને સારો વિકલ્પ મળે તેવી રાજ્યની જાણીતી ચાણક્ય કિડ્સ સ્કૂલ આગામી એપ્રિલ માસથી મોરબીમાં શિક્ષણક્ષેત્રે ક્વોલિટી એજ્યુકેશન આપવા સજ્જ બની છે.

પ્રિ સ્કૂલ ક્ષેત્રે મોરબીમાં નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા ચાણક્ય કિડ્સ સ્કૂલના ફાઉન્ડર અમદાવાદના ભગવતી મેડમ તથા મોરબી બ્રાન્ચના પ્રિન્સિપાલ દિવ્યા મેમ સાથે મોરબી અપડેટ દ્વારા વાલીઓના માર્ગદર્શન માટે ખાસ વાતચીત કરી હતી જેમાં ભગવતી મેડમે જણાવ્યું હતું કે બાળકના ઘડતરમાં પ્રિ સ્કૂલ મહત્વનો પાયો છે, ઘરના કમ્ફર્ટ ઝોનથી અલગ થઈ બાળક જ્યારે પ્રિ સ્કૂલમાં જાય ત્યારે સ્વાભાવિક રીતે જ ગભરાટ જોવા મળે છે ત્યારે આ પરિસ્થિતિમાં બાળકને સૂરક્ષિતતાની સાથે શિક્ષણના મૂલ્યો શીખવવામાં ખુબજ કાળજી રાખવી જરૂરી છે.

વધુમાં ચાણક્ય કિડસના ભગવતી મેમ ઉમેરે છે કે આજે પ્રિ સ્કૂલો તો અનેક છે પરંતુ ચાણક્ય કિડ્સ તમામ પ્રિ – સ્કૂલથી જરા અલગ છે. અહીં બાળકોને અંગ્રેજી માધ્યમમાં પાયાનું શિક્ષણ આપવાની સાથે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપી વેદ, ઉપનિષદની સાથે ડીસીપ્લીનને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. એટલે સુધી કે ઈંગ્લીશ પ્રેયરની સાથે પ્રત્યેક વારને અનુરૂપ ભગવાનની સ્તુતિ પણ બાળકોને કંઠસ્થ કરાવવામાં આવશે. જેથી કરીને આજના સમયમાં અંગ્રજી માધ્યમ ભણતા બાળકો ભારતીય સંસ્કૃતિનો વારસો વિસરી રહ્યા છે એવું ન થાય.

દરમિયાન ભગવતી મેમ ઉમેરે છે કે આજના બાળકોને મોબાઈલથી ખૂબ જ આકર્ષાઈ જતા હોય ચાણક્ય કિડ્સ એકેડમી દ્વારા બાળકો માટે ખાસ મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે જેના થકી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પણ મળશે. આજના સમયમાં મોટાભાગે પ્રિ સ્કૂલના નામ ઈંગ્લીશ થીમ આધારિત હોય છે ત્યારે પ્રિ સ્કૂલનું નામ ચાણક્ય કિડ્સ રાખવા પાછળનું રહસ્ય જણાવતા તેઓ કહે છે કે ભારતીય મૂલ્યને લક્ષમાં લેવાના મુખ્ય ધ્યેય સાથે બાળકોના પાયાનું ઘડતર થતું હોય ત્યારે અહીં આવતું દરેક બાળક ચાણક્ય જેવું નિપુણ બને તેવા ઉદેશ્ય સાથે ચાણક્ય નામ પસંદ કરવામાં આવ્યું છે.

મોરબી ચાણક્ય કિડસ સ્કૂલના પ્રિન્સિપાલ દિવ્યા મેમ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવે છે કે આજે મોરબીમાં પ્રિ સ્કૂલ તો ઘણી છે પરંતુ એ બધાથી કઈક અલગ જ પ્રકારથી બાળકને બેઝિક એજ્યુકેશન આપવા ચાણક્ય કિડ્સ સ્કૂલમાં પ્રત્યેક કલાસરૂમમાં ફક્ત ૧૪ બાળકોની સંખ્યા મર્યાદિત રાખી દરેક ૧૪ બાળકો માટે એક શિક્ષક અને એ પણ સંપૂર્ણ પણે તાલીમ પામેલા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

ચાણક્ય કિડ્સ સ્કૂલમાં સંપૂર્ણ હાઈજીનીક વાતાવરણમાં બાળકો માટે થીમ આધારિત કલાસરૂમ, વિશાળ પ્લે એરિયા, ગેમ ઝોન, જ્ઞાન સાથે ગમ્મત આપતા સાધનો અને કેમ્પસને સીસીટીવી કેમેરાની સુરક્ષા ઉપરાંત બાળક એકેડમીમાં એન્ટર થાય ત્યાં જ ખાસ ચિપ વાળા આઈકાર્ડ થકી વાલીઓને પોતાના બાળકની સંપૂર્ણપણે જાણકારી મળે તેવી આધુનિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

આમ, એજ્યુકેશન હબ મોરબીમાં હવે બાળકોને પ્રિ – સ્કૂલની પસંદગી માટે વાલીઓની ચિંતા હળવી થઈ છે કારણ કે ગુજરાતની સુપ્રસિદ્ધ ચાણક્ય કીડસ્ પ્રિ સ્કૂલ ટોડલરથી લઈ નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી માટે સજ્જ થઈને આવ્યું છે અને આગામી એપ્રિલ માસથી શૈક્ષણિક સત્ર શરૂ કરી રહ્યું છે તો આજે જ રૂબરૂ મુલાકાત લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિનો વારસો સાચવવા નિમિત્ત બનો.

ચાણક્ય કિડ્સ સ્કૂલના ફાઉન્ડર અને મોરબી બ્રાન્ચના પ્રિન્સિપાલનો વિશેષ ઈન્ટરવ્યું

સંપર્ક માહિતી :
ચાણક્ય કિડ્સ સ્કૂલ – મોરબી
2, ઘનશ્યામ માર્કેટ-1, ટાઇટનના શોરૂમની સામે, રવાપર રોડ, મોરબી.
સંપર્ક : 9998891912, 9925817500