નવલખીપોર્ટ બન્યું ડીઝલચોરી, કોલસાચોરીનું હબ

- text


જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને નિયમિત મલાઈ પહોંચતી હોય તેરી બી ચૂપ… મેરી બી ચૂપ…

મોરબી : મોરબી જીલ્લો બન્યા બાદ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે જેમાં કડક પોલીસ અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર ધંધાઓ પર લગામ લગાવવામાં આવે છે પરંતુ મોરબી જીલ્લાના માળીયા મીયાણાનું નવલખી પોર્ટ આવા લુખ્ખા અને ચોર તત્વો માટે અડ્ડો બની ગયો છે જ્યાં ખુલ્લે આમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે કોલસા ચોરી, દારૂ,અને સૌથી મોટા કૌભાંડરૂપે ડિઝલ ચોરીનો ધમધમાટ ધીકતો ધંધો બન્યો છે.

ભૂતકાળ માં આવા લુખ્ખાતત્વ વિરુદ્ધ અનેક લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા બુટલેગરો પાસે રેડ પણ માંગીને કરવામાં આવે છે એ પછી દારૂ હોય જુગાર હોય કે ડીઝલ ચોરીની ! થોડા સમય પહેલા નવલખી જેટીમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયું હતું જેમાં ગેંગના સભ્યની પણ માળીયા મિયાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ સમયાંતરે ઘી ના ઠામ માં ઘી ઓગળી ગયું.

જો કે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ આ ડીઝલ ચોરીના આરોપીઓ દ્વારા પોલીસ ઉપર આક્ષેપો સાથેની અરજી પણ એસીબીમાં કરવામાં આવી હતી જેની ઉચ્ચ કક્ષાએ તપાસ પણ ચાલુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે જો કે એસીબીની વડી કચેરી ડફનાળા ખાતે આ તપાસ માટે ખાસ સીટની રચના કરવામાં આવે તેવી માંગ એક સામાજિક કાર્યકર દ્વારા લેખિતમાં ઉઠવવામાં આવનાર છે તો માળીયા પોલીસમથક માં ફરજ બજાવતા એક કર્મચારી પણ છેલ્લા સાત સાત વર્ષ થી એક ને એક જગ્યાએ ફરજ બજાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ કોન્સ્ટેબલ ઉચ્ચ એસપી કક્ષાના અધિકારી સાથે સારા સબંધ હોવાનું રટણ કરી અને તે અધિકારીનું નામ વટાવી પોતાની સીટ ટકાવી રાખી છે અને તુલા રાશિના આ પોલીસ કર્મી જ નવલખીનો બધો”વહીવટ” કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પોલીસકર્મી દ્વારા દાણચોરી ના માલને પણ મોરબીમાં ડબલ રૂપિયાથી વેચી નાખે છે જેના પુરાવા પણ આ સામાજિક કાર્યકર પાસે છે.

- text

જો આ વિવાદિત કર્મચારીના એક નમ્બર ની કોલ ડિટેલ્સ કાઢવામાં આવે તો દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ જાય એમ છે જો કે જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા આ સમગ્ર હકીકત થી અજાણ હોય કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરે છે એ હાલ સુધી જાણવા મળ્યું નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે માળીયા મિયાણા પંથક ધીમે ધીમેં ગુનેગારો અને તંત્રની સાંઠગાંઠ નું હબ બનતું જાય છે.

આ બાબતમાં જીલ્લા વહીવટી તંત્ર પણ ક્યાંય પાછું નથી પડ્યું નવલખી પોર્ટ પરથી તમામ અધિકારીઓ ને મલાઈ આપવામાં આવે છે તો એ મલાઈ શેની છે ? આ પ્રશ્ન નો જવાબ મેળે તો અનેક ચોકવાનરા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે અને જો આવું ને આવું રહ્યું તો આગામી સમયમાં નવલખી પોર્ટ અને માળીયા મિયાણા વિસ્તારને કૌભાંડ અને ક્રિમિનલનો અડ્ડો બનતા કોઈ નહિ રોકી શકે જો કે આ બાબતે આજુબાજુના ગામના લોકો અને સરપંચ અને આગેવાનો સાથેનું જુથ ચૂંટણીના માહોલમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા જવાનું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text