ટંકારામા પંચકુંડી નવચંડી યજ્ઞ સંપન્ન : હજારો ભાવિકોએ લીધો ધર્મલાભ

લક્ષ્મીનારાયણ મંદિરે ઘ્વાજારોહણ અને ભવ્ય સામૈયું

ટંકારા: ટંકારાના દરબારગઢ ખાતે રજવાડી વખતના કોઠામાં આઈ રાજબાઈના પ્રાગટ્યદિન નિમિત્તે પંચકુંડી નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકોએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો.

રાજબાઈમાના પ્રાગટ્યદિન નિમિતે ટંકારાના ભાટિયા પરિવારના સહયોગથી સમસ્ત માઇભક્તો દ્વારા પંચકુંડી નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે આશર કુટુંબના આંગણેથી વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું. ગ્રામદેવતા લક્ષ્મીનારાયણના મંદિરે ઘ્વાજારોહણ કરી આઈ રાજબાઇ મંદિરે પહોંચ્યા હતા તથા સાંજે ચાર વાગ્યે હવનનું બીડું હોમાયું હતું તથા છેલ્લે મહર્ષિ દયાનંદ ગુરુકુળ ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેનો લાભ હજારો લોકોએ લીધો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en