ટંકારા: એક વિદ્યાર્થી માટે આખું કેન્દ્ર અને નવનો સ્ટાફ ખડેપગે

ટંકારા: ધોરણ 12માં ભૂગોળ વિષયની એક જ વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે પહોંચી હતી, જેની માટે આખું એક કેન્દ્ર તથા નવ જણનો સ્ટાફ રોકવામાં આવ્યો હતો.

આ વિદ્યાર્થીની માટે ઓરપેટ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં આ પરીક્ષાર્થી માટે પરીક્ષક, વહીવટી સંચાલક, સીસીટીવી ઓપરેટર, પ્રતિનિધિ, બે સુરક્ષાકર્મીઓ અને પટ્ટાવાળા રોકાયા હતા. અત્રે નોંધનીય છે કે જુના નવા વિષયને કારણે આ એક જ વિદ્યાર્થી હતી કે જેણે ભૂગોળનું પેપર આપવાનું હોય, એટલા માટે તેને એક અલગ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en