ટંકારા : તારા ઘરે દીકરી કે મહેમાન આવવા જોઈએ નહીં તેમ કહી પરિવાર પર હુમલો

પાડોશમાં રહેતા ચાર શખ્સોએ હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

ટંકારા : ટંકારાના નેકનામ ગામે રહેતા પરિવાર પર પાડોશી ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.આ પરિવારને તારા ઘરે દીકરી કે મહેમાન આવવા જોઈએ નહીં તેમ કહીને પરિવારના સભ્યો ઉપરાંત ઘરે આવેલી ભાણેજ વહુ પર ચાર શખ્સોએ હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

આ મારમારીની ટંકારા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર ટંકારાના નેકનામ ગામે રહેતા કાંતાબેન મોતીલાલ જાદવ ઉ.વ.40એ તેની પાડોશમાં રહેતા અશોકભાઈ મોહનભાઇ, ગીરીશભાઈ મોહનભાઇ, હસમુખભાઈ અશોકભાઈ,રસિકભાઈ અશોકભાઈ સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.9ના રોજ આરોપીઓ લાકડી પાઇપ જેવા હથિયારો સાથે તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા અને આરોપીઓ એવી ધમકી આપી હતી કે, તારા ઘરમાં દીકરી કે મહેમાન આવવા જોઈએ નહિ તેમ કહેતા ફરિયાદી કાંતાબેને કહ્યું હતું કે મારા ઘરે મારો ભાણેજ અને ભાણેજ વહુ આવ્યા છે.તેમ કહેતા ચારેય પાડોશી શખ્સોની કમાન છટકી હતી અને ઉશ્કેરાયેલા આ આરોપીઓએ ફરિયાદીની દીકરીઓ તથા તેમની ભાણેજ વહુને પાઇપ ફટકાર્યો હતો એટલું જ નહી ભાણેજ વહુના ઢસડીને કપડાં ફાડી નાખ્યા હતા.તેમજ તેમના ઘરના દરવાજા અને બાઇકમાં તોડફોડ કરી હતી અને જતા જતા આરોપીઓ હવે કોઈ ઘરે આવશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ગયા હતા.ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en