મોરબી તાલુકા સેવાસદનનમાં ગેરકાયદે બેઠેલા સ્ટેમ્પ વેન્ડરો અને નોટરી પર ફરી તવાઈ

- text


અગાઉ દૂર કરાયા બાદ ફરી જમાવડો થતા અંતે મામલતદારએ કોઈની શેહ શરમ રાખ્યા વગર ફરીથી સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓને હટાવી લોબી ખાલી કરાવી

મોરબી : મોરબી તાલુકા સેવાસદનની લોબીમાં સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓનો લાંબા સમયથી ગેરકાયદે જમાવડો હોવાથી મામલતદારે તેમના પર ફરીથી તવાઈ ઉતારી હતી અને મામલતદારે કાયદેસરની કાર્યવાહી કરીને સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓને હટાવી દઈને સેવાસદનની લોબી ખાલી કરાવી દીધી છે.જોકે થોડા દિવસો પહેલા કાર્યવાહી કરી હોવા છતાં સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓનો જમાવડો થઈ જતા અંતે મામલતદારે આ કડક કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા સેવાસદનની લોબીમાં સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓનો લાંબા સમયથી જમાવડો હતો. લાંબા સમયથી સેવાસદનની લોબીમાં બેસતા આ સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓ પાસે કાયદેસરની મંજૂરી ન હોવા છતાં ગેરકાયદે લોબીમાં કબજો જમાવીને પોતાની કામગીરી કરતા હોવાનું નવા મામલતદાર તરીકે મુકાયેલા ગોસ્વામીને ધ્યાને આવતા તેમણે પ્રથમ આ બાબતે જવાબદારીઓને સ્વેચ્છાએ હટી જવા નોટીસ ફટકારીને મામલતદારએ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગેરકાયદે બેસતા તમામ સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓને હટાવી દઈને સેવાસદનની લોબી ખાલી કરાવી દીધી હતી. પરંતુ ફરીથી તાલુકા સેવા સદનની લોબીમાં સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓએ જમાવડો કરતા ફરીથી મામલતદાર દ્વારા તમામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મામલતદાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે નિયમ મુજબ સેવાસદનમાં કોઈપણ બેસી શકે નહીં. આ લોકો ગેરકાયદે બેસતા હોવાથી તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરી છે અને હવે પછી કોઈને પણ આ રીતે બેસવા નહિ દેવાય તેવું તેમને જણાવ્યું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text