વાંકાનેરના ચંદ્રપુરમાં નવા બનેલા કોઝવેનું ઉદ્દઘાટન ગામનાં સૌથી વયોવૃદ્ધ નાં હાથે કરાવ્યું

- text


વાંકાનેર : 27 નેશનલ હાઈવે પર આવેલ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની પેટાચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચે આવતાની સાથે જ બે મંજૂર થયેલાં કોજવેનું કામ શરૂ કર્યું હતું, જેમાં અહમદભાઇ પાઇપ વાળાના કારખાનાં પાસે પતાળીયા ઉપર બનેલ કોઝવેનું ઉદ્દઘાટન કોઈ રાજકીય નેતાને બદલે ચંદ્રપુર ગામના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિના હાથે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ચંદ્રપુર ગામના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ વકાલીયા નૂરમહંમદ જીવા (હાજી સાહેબ) ના હસ્તે આ કોઝવેનું ઉદ્દઘાટન રીબીન કાપીને કરવામાં આવ્યું હતું, તેની સાથે શ્રીફળ વધેરવામાં આવ્યું હતું અને મીઠાઈ વહેંચવામાં આવી હતી. નુંરમામદ હાજી સાહેબની ઉંમર લગભગ ૧૦૫ વર્ષ જેટલી છે તેઓ આજે પણ બે લાકડીના ટેકે ચાલીને મસ્જીદે નમાજ પઢવા જાય છે. મહત્વની વાત એ છે કે વહેલી સવારે તેઓ ઊઠીને સાડા ચારથી પાંચ વાગ્યે હાજીસાહેબ તેહજુદનું નમાજ પણ મસ્જીદે પઢે છે. આ નમાઝ પઢીયા પછીના સમયે તેવો બેઠા બેઠા મસ્જિદ સાફ કરે છે અને સમય વધે તો તસબી પડતા રહે છે. ફઝરની અઝાન થાય ત્યારે નમાઝ પઢી ને પછી જ ઘરે આવે. આ ઉપરાંત હાજી સાહેબ આ ઉંમરે પણ નમાજ જમાત સાથે પઢવાના આગ્રહી છે. આવા નેક માણસના હાથથી આજે ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચે કોઝવેનું ઉદ્ઘાટન કરાવીને એક અલગ રાહ ચીંધ્યો છે.

- text

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ વકાલિયા નૂરમંહમ્મદ હાજી સાહેબના પિતા જીવા હાજી સાહેબ એ 1946માં હજ પઢવા ગયા હતા આ સમયે હજ પઢવા માટે લોકો સ્ટિમ્બર મારફતે જતા હતા ત્યારે જીવા હાજી સાહેબ પ્લેન મારફત હજજ પઢવા ગયા હતા અને વાંકાનેર તાલુકામાંથી પ્લેન મારફત હજજ પડવા જનાર જીવા હાજી સાહેબ પ્રથમ વ્યક્તિ હતા. તેમના દીકરા એટલે કે નૂરમહંમદ હાજી સાહેબ આજે ૧૦૫ વર્ષની ઉંમરે પણ હયાત છે. તેઓ પ્રસંગોપાત સગા વહાલા મળે ત્યારે હંમેશા કહે છે કે કોઈ પણ ધંધો કરવામાં શરમ ન રાખવી અને રોજી કમાયા પછી તેનો ફિઝૂલ ખર્ચ ન કરવો….

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text