ટંકારાના કર્તવ્યનિષ્ઠ પીએસઆઈ એમ.ડી.ચૌધરીની બદલી

નિષ્ઠાભેર કામગીરીથી લોકોના માનીતા બનેલા એમ.ડી. ચૌધરીની બદલીથી સ્થાનિકોમાં નારાજગી

ટંકારા : ટંકારાના પીએસઆઇ એમ.ડી. ચૌધરીની સુરેન્દ્રનગરના સાયલા ખાતે બદલી કરી દેવામાં આવી છે. પોતાની નિષ્ઠાભેર કામગીરીથી લોકોના માનીતા બનેલા એમ.ડી. ચૌધરીની બદલીથી સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી છે.

ટંકારામા પ્રજાની સુરક્ષા માટે હરહમેશ તતપર રહેતા એમ. ડી. ચૌધરીની તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગરના સાઈલા ખાતે બદલી કરી દેતા વેપારીઓ, વિદ્યાર્થી સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ છે. તેઓએ ટંકારામા નોકરી શરૂ કરી ત્યારે પોલીસ મથક સાવ ખરાબ હાલતમા હતુ. જેનુ તેઓએ લોકભાગીદારીથી પુનઃ રીનોવેશન કર્યુ હતું. સાથે બગીચો અને વિદ્યાર્થીઓને બેસવા અને પિવાના પાણીની સુંદર વ્યવસ્થા પણ કરી હતી.

પીએસઆઈ ચૌધરીએ નાના મોટા ઝગડા અને અણબનાવમા હમેશા પોઝીટીવ રહી સમાધાન વલણ દાખવી ક્રાઈમરેટ ધટાડયો છે અને ખાસ અત્યારે ચોરીના બનાવો રોકવા ગામ સભા પણ તેઓએ યોજી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en