હળવદમાંથી ત્રણ ચોરાઉ મોટર સાયકલ મળી આવ્યા

હળવદ : હળવદમાં આવેલ બસ સ્ટેશન પાસે આવેલ વડવાળા ટ્રેડીંગ નામની દુકાન પાસે ગતકાલે બિનવારસી મોટર સાયકલ પડયા હોવાની જાણ હળવદ પોલીસને થઈ હતી. પોલીસ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ આજુબાજુમાં તપાસ કરાતા આ ત્રણેય મોટર સાયકલ બિનવારસી અને ચોરાઉ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા ત્રણેય બાઈકને હળવદ પોલીસ મથકે લઈ આવી પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા મુળ માલિકની શોધ હાથ ધરી હતી.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના બસ સ્ટેશન રોડ પર આવેલ વડવાળા ટ્રેડીંગ નામની દુકાન પાસે ત્રણ મોટર સાયકલ બિનવારસી મોટર સાયકલ પડયા હોવાની જાણ સ્થાનિકોએ હળવદ પોલીસને કરી હતી. જેથી હળવદ પોલીસના વિજયભાઈ છાસીયા, ચંદુભાઈ, યોગેશદાન, બિપીનભાઈ પરમાર, ગંભીરસિંહ ચૌહાણ સહિતનાઓએ બસ સ્ટેશન રોડ પર જઈ તપાસ હાથ ધરતા આ ત્રણેય બાઈક બિનવારસી હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય મોટર સાયકલના આરટીઓ સજીસ્ટ્રેશન નંબર જાતા જી.જે.૩-એ.એફ. ૪૧૬૦, જી.જે.૩-ઈજી- ૯પર૮, જી.જે.ર૧-ઈ- ૬૬૬ર હોવાનું માલુમ પડયું હતું. જાકે આ ત્રણેય બાઈક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હળવદ પી.આઈ. એમ.આર. સોલંકીએ પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા તપાસ કરી મોટર સાયકલના માલિકના નામ, સરનામા મેળવવા તપાસ કરતા બે મોટર સાયકલ મોરબીના દેવજીભાઈ પરમારનું હોવાનું ખુલ્યું હતું. તેમજ અન્ય એક માલિકના નામ સરનામું મળી આવેલ ન હોય જેથી મળી આવેલ મોટર સાયકલની કિ.રૂ.ર૦ હજાર લેખે કુલ ત્રણેય મોટર સાયકલની કિ.રૂ.૬૦ આંકી જીપીએકટ કલમ ૮૩ મુજબ કબજે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરાઈ છે.