મોરબી : ૧૦ પોલીસ કર્મીઓની ફેરબદલ : ત્રણ બદલી રદ્દ

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા બદલીનો વધુ એક ઘાણવો કાઢવામાં આવ્યો છે જેમાં દસ પોલીસમેનની આંતરિક બદલી કરી અગાઉ કરાયેલ બદલીમાં ત્રણ પોલીસ કર્મચારીની બદલી રદ્દ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસવડાએ કરેલ બદલી હુકમ અન્વયે રમેશભાઈ માલાભાઈ રબારીની સીટી એ ડીવીઝન, સમરથસિંહ જામભા ઝાલાની સીટી એ ડીવીઝન, ફિરોઝભાઈ સુમરાની સીટી બી ડીવીઝન, ભરતકુમાર મોહનભાઈ આલની હળવદ, જયપાલસિંહ સુરૂભા જાડેજાની મહિલા પોલીસ સ્ટેશન, પંકજભા પ્રવીણભા ગુઢડાની મોરબી તાલુકા, રાજેશભાઈ રાયધનભાઈ બોરિયાની પોલીસ હેડ ક્વાર્ટર્સ, લાલભા રઘુભાઈ ચૌહાણની મોરબી સીટી બી ડીવીઝન, સંજયકુમાર રાઠોડની હળવદ તેમજ મહેન્દ્રકુમાર મોહનભાઈ ગઢવીની પોલીસ હેડ ક્વાર્ટર્સ (સીટી ટ્રાફિક) માં બદલી કરવામાં આવી છે.

ઉપરાંત જિલ્લા પોલીસવડા દ્વારા ત્રણ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી હતી જે બદલી હુકમ રદ કરવામાં આવ્યો છે જેને પગલે વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા મેઘાબેન અમૃતલાલ સોલંકી, હળવદમાં ફરજ બજાવતા પારૂલબેન ભીખાભાઈ વાઘેલા અને સંજયભાઈ જશવંતભાઈ સામતીયા યથાવત રહ્યા છે.