મોરબીના માળીયા વનાળિયામાં મારામારીમાં ધવાયેલા મહિલાનું મોત

- text


13 શખ્સોએ જૂની અદાવતમાં પાડોશી પરિવાર પર હુમલો કર્યો હતો.મહિલાનું મોત થતા બનાવ હત્યામાં પલટયો : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમયાત્રા નીકળી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળિયામાં જુના વેરઝેરની આગમાં પાડોશી પરિવાર પર 13 શખ્સોએ અગાઉ ઘાતક શસ્ત્રોથી હુમલો કર્યા હતો.આ હુમલામાં ધવાયેલા એક મહિલાએ ગતરાત્રે સારવાર દરમ્યાન દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવને પગલે બી.ડિવિઝન પોલીસે ગતરાતથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી.

મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા માળીયા વનવીયામાં રહેતા નાગલબેન જ્યંતીભાઈ શ્રીમાળી અને તેમના ઘરની સામે રહેતા રમેશભાઈ જેઠાભાઇ ચાવડાના પરિવારો વચ્ચે અગાઉ જૂની અદાવતમાં મનદુઃખ થયા બાદ જેતે સમયે આ મારામારીના બનાવની સામસામી ફરિયાદ નોંધાઇ હતી અને ફરી ગતતા.26 ફેબ્રુઆરીએ જુના વેરઝેરની આગમાં સશસ્ત્ર બાઘડાટી બોલી ગઈ હતી.જેમાં નાગલબેન, ગંગાબેન, પ્રેમીલાબેન અને લક્ષમણભાઈને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text

બાદમાં નાગલબેનએ તેમના પરિવાર પર તલવાર, છરી, પાઇપ લાકડી સહિતના ઘાતક હથિયારોથી ખૂની હુમલો કર્યાની તેમના પાડોશમાં રહેતા રમેશ જેઠાભાઇ ચાવડા, ગંગાબેન મનજીભાઈ, મણીબેન ચાવડા, લાભુ સવજીભાઈ, સવજીભાઈ ચાવડા,ભરત ડાયાભાઈ,દાના જેઠાભાઇ, પિયુષ મિતેશભાઈ, ચોંટી ઉફે ગૌતમભાઈ સહિત 13 શખ્સો સામે બી ડિવિજમાં ફરિયાદ નોંધાવી હતી.બાદમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા, દરમ્યાન હોસ્પિટલમાં સારવારમાં રહેલા ગંભીર ઇજગ્રસ્ત ગંગાબેન નટવરભાઈ રાબડીયાનું ગતરાત્રે મોત નીપજ્યું હતું.આથી આ બનાવને પગલે કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પાંચ પીએસઆઇ સહિત 30નો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આજે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી.બી.ડિવિઝન પોલીસે 13 આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text