મોરબીમાંથી પાંચ જુગારી ઝડપાયા

ત્રાજપર ખાર વિસ્તારમાં દરોડો : રોકડા ૧૫૮૪૦ કબ્જે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો પાડી પાંચ જુગારીઓને રૂ. ૧૫૮૪૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી – બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આઈ.એમ.કોઢિયાની સુચનાથી પી.એસ.આઈ. એ.બી.જાડેજા, પી.એમ.પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, રમેશભાઈ મીયાત્રા. વનરાજભાઈ ચાવડા અને અર્જુનસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસે જુગાર રમતા જયેશભાઈ જયંતિભાઈ માંકાસણા, અરજણભાઈ પુંજાભાઈ દેથરીયા, લાભુભાઈ ભનાભાઈ મેમણીયા, અશોક ઉર્ફે કચો કાથળભાઈ પરમાર અને અબ્દુલભાઈ હાસમભાઈ કટીયાને રોકડ રકમ રૂ. ૧૫,૮૪૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.