મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર એ ડિવિઝન સ્ટાફ ગ્રીનચોક વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યો હતો.તે દરમ્યાન ગ્રીનચોકની સાંકડી શેરીમાં આવેલ મહાવીર એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં વરલી ફિચરનો જુગાર રમતા દિનેશભાઇ ચતુર્ભુજ કારીયા, પ્રદીપભાઈ હરિભાઈ માખેંચાને રૂ.7600 સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text