વાંકાનેરમાં લગ્ન પ્રસંગમાં વિજય માલ્યા !

લગ્નપ્રસંગમાં વિજય માલ્યાનો હમશકલ દેખાતા લોકોએ સેલ્ફી લેવા પડાપડી કરી

મોરબી : ભારતીય બેંકોને ખરબો રૂપિયાનો ચુનો ચોપડી વિદેશ ભાગી છુટેલ લિકર કિંગ વિજય માલ્યા આજે વાંકાનેરમાં જોવા મળ્યો હતો… ચોકવાની જરૂર નથી આ વિજય માલ્યા ઓરીજનલ નહિ પરંતુ તેમના હમશકલ હતા અને એક લગ્નપ્રસંગમાં હાજરી આપતા લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા રીતસર પડાપડી કરી હતી.

આજરોજ વાંકાનેર લગ્ન પ્રસંગમાં ડુપ્લીકેટ વિજ્યમાલ્યા જોવા મળતા લોકોએ તેમની સાથે ફોટા પડાવવા રીતસર પડાપડી કરી હતી. વધુમાં વાંકાનેર ખાતે આજે અશોકભાઈ ટૂંડિયાના લગ્ન હોય આ પ્રસંગે અમદાવાદથી તેમના નજીકના સ્નેહી એવા ડુપ્લીકેટ વિજ્યમાલ્યા મહેમાન બનીને આવતા લોકોમાં કુતુહલ જાગ્યું હતું.

વિજય માલ્યાના હમશકલ વાંકાનેરમાં આવ્યાની વાત વાયુ વેગે પ્રસરતા તેમને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા અને ફોટા પડાવવા પડા – પડી કરી હતી હુબહ વિજય માલ્યા જેવા લાગતા વ્યકિત ની સાથે સમય વિતાવી હસી મજાક ની સાથે સેલ્ફી પડાવી લોકોએ આનંદ અનુભવ્યો હતો.