હળવદના નકલંક ગુરૂધામ ખાતે ભવ્ય સંતવાણી યોજાઈ

- text


સંતો – મહંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડયા

હળવદ : હળવદના શકિતનગર ગામે આવેલ શ્રી નકલંક ગુરૂધામ મંદિર ખાતે ફાગણ સુદ – રના રોજ ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાઈ હતી. જેમાં પીપળીધામથી વાસુદેવ મહારાજ, લંડનથી પધારેલ પૂ.ગુણવંતી દેવી તેમજ સંતો – મહંતા ઉપÂસ્થત રહી આર્શીવચન પાઠવ્યા હતા. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ ઉપÂસ્થત રહ્યા હતા.

હળવદના શ્રી નકલંક ગુરૂધામમાં બીરાજતા શ્રી રામદેવજી પીર મહારાજના પટાગણમાં દરેક બીજના દિવસે સંતવાણીનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમજ બીજના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે તા.૮/૩ અને ફાગણ સુદ -બીજના દિવસે ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના સુપ્રસિધ્ધ સંતવાણીના આરાધક એવા બીરજુ બારોટએ ભજનની ભારે રમઝટ બોલાવી હતી. આ તકે મોટી સંખ્યામાં રામદેવપીરના પટાગણમાં ભાવિક ભકતો ઉમટી પડયા હતા. આરાધક બીરજુ બારોટ, પ્રભાબેન રબારી, રામ લખન, ગોવિંદ ગોપાલ સહિતના ભજનના આરાધકોએ ભજનની રમઝટ બોલાવી હતી. આ સાથે શ્રી નકલંક ગુરૂધામના મહંત દલસુખ મહારાજે જણાવ્યું હતું કે, મંગલ પર્વના નિમિતે ભજન સંધ્યા સમરણમાં બહોળી સંખ્યામાં લોકો સંતવાણીનો લાભ લીધો હતો. તેમજ ગુરૂ ગાદી પુજન સાથે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાઈ હતી. તો સાથે બાબા રામદેવજી મહારાજની ૧૦૮ દિવડાની ભવ્ય આરતી કરાઈ હતી.

- text

- text