હળવદમાં ધમધમતી ઘોડીપાસા જુગાર કલબ ઝડપાઇ

બસ સ્ટેન્ડ પાછળ રહેણાંક મકાનમાં ઘોડીપાસા રમતા પાંચ શખસો ૧.૫૧ લાખની રોકડ સાથે ઝડપાયા

હળવદ : હળવદના બસ સ્ટેશન પાછળના રહેણાંક મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં રોકડ રૂ.૧પ૧૦૦ અને બે નંગ ઘોડીપાસાના કબ્જે કરી હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ હળવદના બસ સ્ટેશન પાછળના રહેણાંક મકાનમાં ગતકાલે સાંજના પ વાગ્યાના અરસામાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી હળવદ પી.આઈ. એમ.આર. સોલંકીને મળતા વિજયભાઈ છાસીયા, બિપીનભાઈ પરમાર, યોગેશદાન ગઢવી, ચંદુભાઈ સહિતનાઓને જુગારધામ પર દરોડો પાડયો હતો.

જેમાં બસ સ્ટેશન પાછળ મનુભાઈ બીજલભાઈ રાઠોડના રહેણાંકમાં જુગાર રમતા જીજ્ઞેશ ગલાભાઈ રાઠોડ, દિપક કરશનભાઈ મકવાણા, સાગર વિનોદભાઈ રાજપરા, મહેશ રઘુભાઈ હળવદીયા (રહે.તમામ હળવદ)વાળાઓને ઘોડીપાસાનો હારજીતનો જુગાર રમતા  પાંચ જુગારીઓ સહિત રોકડ રૂ.૧પ૧૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

આ મામલે હળવદ પોલીસે પટમાંથી રૂ.૧પ૧૦૦ કબજે કરી જુગારધારાની કલમ -૧ર હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી ધરી છે.