મોરબી જિલ્લામાં એક માત્ર હળવદની તક્ષશિલા અટલ ઈન્ક્રીંગ લેબોરેટરી મંજુર થઈ

- text


હળવદ : નરેન્દ્ર મોદી અને નીતિ આયોગ અટલ ઈનોવેશન મિશન અંતર્ગત અટલ ઈન્કરીંગ લેબોરેટરીની સ્થાપના મોરબી જિલ્લામાં હળવદમાં આવેલ એકમાત્ર તક્ષશિલા વિદ્યાલયમાં કરવામાં આવશે. ભાવિ સંશોધકો પોતાની પ્રતિભા ખીલવી શકે તે માટે કેમેસ્ટ્રી, ફિઝિકસ બાયોલોજી અને ખગોળશા†ના વિવિધ પ્રોજેકટો હાથ ધરીને વિદ્યાર્થીઓ પોતાની બુધ્ધી, શકિત અને તર્ક શકિતનો ઉપયોગ કરીને સંશોધનો કરી શકે તે માટે હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે નીતિ આયોગ સંયુકત ઉપક્રમે રૂ.ર૦ લાખના ખર્ચે અધધ લેબોરેટરીનું આગામી ટુંક સમયમાં નિર્માણ થશે.

- text

કેન્દ્ર સરકારના નિતી આયોગ દ્વારા મોરબી જિલ્લામાં મંજુર કરેલ બે શાળામાંથી હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે સાકાર થનાર આ લેબમાં હળવદના તમામ વિદ્યાર્થીઓ લાભ લેશે. હવાના દબાણના પ્રયોગો, વિવિધ કેમિકલના પ્રયોગો, બળ અને ગતિના પ્રયોગો તેમજ ખગોળશા†ને લગતા વિવિધ મોડલનું નિર્માણ થનાર છે. પ્રથમ વર્ષે ૧૦ લાખની ગ્રાન્ટ નીતિ આયોગ દ્વારા અપાશે અને ત્યાર બાદ દર વર્ષે ર લાખ રૂપિયા પાંચ વર્ષ સુધી મેન્ટેનસ પેટે ગ્રાન્ટ આપવામાં આવશે. શાળાના વિજ્ઞાન શિક્ષકો જાગૃતિબેન જાકાસણીયા, અંકિતભાઈ વઢેર, જી.બી.એરવડીયા અને ભરતભાઈએ આ લેબોરેટરીના નિર્માણ માટે ખુશી વ્યકત કરી હતી. તો સાથો સાથ શાળાના એમ.ડી. મહેશભાઈ પટેલએ આ સોનેરી અવસરે એક નવા જ રૂપરંગમાં સાકારીત કરવામાં આવશે તેવું વિશ્વાસ વ્યકત કર્યો હતો.

- text