માળીયા પંથકના 9687 બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા

માળીયા : પોલીયો અભિયાન કાર્યક્રમ અનુસંધાને પોલીયો રવિવાર ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ માળીયા તાલુકા મા ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે 9687 બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમને સફળ બનાવવા માળીયા તાલુકા મા કુલ 58 પોલીયો બુથનું આયોજન કર્યું હતું. તેમજ પોલીયો રવિવાર ૧૦ માર્ચ ૨૦૧૯ ના બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં બાકી રહી ગયેલ બાળકોને પોલીયો પીવડાવવા માટે તા. ૧૧ અને ૧૨ માર્ચના રોજ બે દિવસ 97 ટીમો દ્વારા ઘર ઘર મુલાકાત કરી બાકી રહેલ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા આયોજન કરાયું છે.

અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં વસતા પરિવારના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે 33 મોબાઈલ ટીમો તેમજ આ સમય દરમિયાન મુસાફરી કરતા પરિવારના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે 02 ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે આમ કાર્યક્રમને પહોંચી વળવા માટે તાલુકાના કર્મચારી,મ.પ.વ તથા ફી.હે.વ આશા બહેનો, આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો સહીત કુલ 231 કર્મચારીઓની ટીમને કામગીરી સોપી છે. પોલિયો બુથ નું ઉદ્ઘાટન સરવડ ખાતે ગામના સરપંચ શ્રી તથા ખાખરેચી અને વવાણિયા ખાતે ગામના સરપંચ શ્રી દ્વારા કરવામાં આવ્યું તથા માળીયા કુમારશાળા ખાતે બુથનું ઉદ્ઘાટન નગરપાલિકા કાઉન્સેલર દ્વારા કરવામાં આવ્યું હતું.તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી.જી.બાવરવા સાહેબે તમામ બાળકોના વાલીઓને તમામ 0 થી 5 વર્ષના બાળકોને બૂથ પર જઈને પોલિયો ના ટીપાં અવશ્ય પીવડાવો અને પોલિયો સામે રક્ષણ મેળવો તેવી અપીલ કરી છે.