મોરબીના મોટી વાવડી ગામે ત્રણ મોરને વાયરસની અસર: એકનું મોત

- text


ઋતુના બદલાવથી વાયરસની અસર થઈ હોવાનું વનતંત્રનું તારણ

મોરબી : મોરબીના મોટી વાવડી ગામે રાષ્ટીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું.જોકે વનતંત્રએ ૠતુ બદલાવથી વાયરસની અસર થતા આ મોરનું મોત થયાનું અને અન્ય બે મોરને પણ વાયરસની અસર થયા બાદ સારવાર આપીને ઉડાડી દેવાયા હતા.

મોરબીના મોટી વાવડી ગામે તાજેતરમાં એક મોરનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે મોરબી વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર એમ.જી.દેત્રોજાએ જણાવ્યું હતું કે, અત્યારે ઋતુ બદલવનો સમય ચાલી રહ્યો છે.તેથી ઋતુ બદલાવને કારણે ઝેરી વાયરસ ફેલાવાથી તેની અસર થતા આ મોરનું મોત થયાનું પ્રથમીક તારણ છે.જોકે દર વખતે ઋતુના બદલાવથી આવા બનાવો બનતા હોય છે.ત્યારે આ ઘટનામાં અન્ય બે મોરને પણ વાયરસની અસર થઈ હતી.બાદમાં બને મોરની સઘન સારવાર કરીને સ્વસ્થ થઈ જતા ઉડાડી દેવાયા હોવાનું જણાવ્યું હતું

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text