ટંકારા : હરસ,મસા, ભગંદર,ફિસર,જેવા જટીલ રોગો માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે

ટંકારા : અનિયમિત જીવનશૈલીને કારણે ઘણા લોકોને હાડકાની બીમારીઓ તેમજ ખાનપાનમાં બેદરકારીને કારણે મોટાભાગના લોકોને પેટ તેમજ આંતરડા સંબંધી બીમારીઓ ગમે તે ઉંમરે થવાના કેસો સામાન્ય થઈ ગયા છે. એકવાર આ રોગો શરીરમાં પ્રવેશે ત્યાર બાદ ત્વરિત યોગ્ય માર્ગદર્શન અને સારવારના અભાવે આવા રોગો શરીરમાં ઘર કરી જાય છે. આવા સમયે દર્દી વિવિધ હોસ્પિટલોનાં ચક્કર કાપતો થઈ જાય છે. શરીરમાં ઘર કરી ગયેલા આવા રોગોનો આયુર્વેદમાં સચોટ ઈલાજ વર્ણવવામાં આવ્યો છે.

ટંકારમાં આવેલી ક્રિષ્ના હોસ્પિટલ (મહર્ષિ દયાનંદ હોસ્પિટલ), લતીપર રોડ ખાતે તા. ૧૦ માર્ચને રવિવારના રોજ હાડકાની બીમારી તેમજ પેટ અને આંતરડાની બીમારીની નિઃશુલ્ક સારવાર આપતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં સુશ્રુત હોસ્પિટલ મોરબીના ડૉ. મનોજ ભાડજા આયુર્વેદની ક્ષારસૂત્ર પદ્ધતિ તથા અન્ય આધુનિક ઉપકરણોની મદદથી હરસ, મસા, ભગંદર અને ફિશર જેવા આંતરડા તેમજ ગુદા સંબંધિત રોગોની નિઃશુલ્ક સારવાર આપનાર છે. આ ઈલાજ બાદ હઠીલા રોગ જડમૂળથી નાબૂદ થાય છે. આયુર્વેદિક સારવાર ઉપરાંત ગુદામાર્ગમાં હરસ જેવા અસહ્ય રોગોની પ્રોપર તપાસ માટે પ્રોક્ટોસ્કોપીની (દુરબીનથી તપાસ) જરૂરી હોય છે જે આ કેમ્પમાં નિઃશુલ્ક પુરી પાડવામાં આવનાર છે.

તદુપરાંત આ નિઃશુલ્ક કેમ્પમાં મોરબીની આસ્થા હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ. સુકાલીન પટેલ (મેરજા) દ્વારા હાડકાના રોગોની તપાસ તેમજ માર્ગદર્શન માટે પણ નિઃશુલ્ક કેમ્પનું આયોજન એજ દિવસે થયું છે. જે કેમ્પમાં હાડકાની વિવિધ બીમારીઓ જેવીકે હાથ-પગમાં ખાલી ચડવી, બેસવા ચાલવામાં ઘૂંટણમાં દુઃખાવો થવો, કમરની નસ દબાબવી કે ગાદી ખસી જવી તેમજ હાડકાના દરેક પ્રકારના ‘વા’નું સચોટ નિદાન કરી આપવામાં આવનાર છે.

આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. કેમ્પમાં આવનાર દર્દીઓએ આ માટે મોબાઈલ નંબર 9265573673 ઉપર નામ રજીસ્ટર કરાવવું જરૂરી છે. ક્રિષ્ના હોસ્પિટલ (મહર્ષિ દયાનંદ હોસ્પિટલ) ડૉ. વીરેન એચ ઢેઢી, લતીપર રોડ, ટંકારા ખાતે તા. 10 માર્ચને રવિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પમાં દવા વિતરણ પણ રાહત દરે કરવામાં આવનાર છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en