મોરબીના પાણી પુરવઠાના કર્મચારીઓના 11મીએ ધરણા પ્રદર્શન

- text


કર્મચારીઓના પડતર પ્રશ્ને ભારતીય મઝદુર સંઘે સરકાર સામે મોરચો માંડ્યો

મોરબી : મોરબીના પાણી પુરવઠા અને ગટર વયસ્થા બોર્ડના કર્મચારીઓના પડતર પ્રશ્ને ન્યાય મેળવવા ભારતીય મઝદુર સંઘે સરકાર સામે મોરચો માંડ્યો છે.જેમાં મોરબી પાણી પુરવઠાના કર્મચારીઓ આગામી 11મીએ રાજકોટ ખાતે ધરણા પ્રદર્શન કરશે

ભારતીય મઝદુર સંઘ મોરબીએ લેખિતમાં જણાવ્યું હતું કે,મોરબી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો માટે પાણી પુરબ બોર્ડની કચેરી ખાતે તથા પાણી પુરવઠા બોર્ડની રણકોટ ખાતે આવેલી કચેરી ખાતે તા.11ના રોજ ધરણા પ્રદર્શન કરવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે,વર્ષ 2016થી પાણી પુરવઠા બોર્ડ ગુજરાત સરકારે નક્કી કરેલા લઘુતમ વેતન ચૂકવવાનું બંધ કરી દીધું છે અને સરકાર આ કર્મચારીઓને ઓછું વેતન ચૂકવીને શોષણ કરી રહી છે.જોકે આ મામલે ભારતીય મઝદુર સંઘે અગાઉ ગુજરાત સરકારને અનેક વખત લેખિક મૌખિક રજૂઆતો કરી હતી.તેમજ અગાઉ પાણી પુરવઠાના કર્મચારીઓના આ પડતર પ્રશ્ને ધરણા કરવાનું નક્કી કર્યું હતું પરંતુ તે વખતે ગુજરાત સરકારના અધિકારીની મધ્યસ્થી અને તે વખતેની અતિવૃષ્ટિની સ્થિતિના કારણે આ ધરણા મોકૂફ રાખ્યા હતા.ત્યારબાદ પણ ગુજરાત સરકારે આ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોને ઉકેલવાની જરાય તસ્દી ન લેતા નાછૂટકે આ લડત ચાવવાનું નક્કી કરાયું હોવાનું જણાવ્યું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text