મોરબી : સળંગ નોકરી ગણવાની માંગણી સ્વીકારાતા શિક્ષકોએ સરકારના નિર્ણયને આવકર્યો

- text


મોરબી :રાજ્ય વ્યાપી આંદોલન બાદ ગુજરાત રાજ્યના ફિક્સ પગારદાર શિક્ષકોની માંગણી સ્વીકારાતા શિક્ષણ સંઘના હોદ્દેદારોએ મીઠાઈ ખવડાવીને સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

પ્રાથમિક શિક્ષક સંઘના આંદોલાત્મક કાર્યક્રમ બાદ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૭થી આજ દિન સુધીના ફિક્સ પગારદાર તમામ શિક્ષકોની સળંગ નોકરી ગણવાની માંગણી અન્ય લાભો સાથે સ્વીકારતા મોરબી જીલ્લાના તમામ શિક્ષકો વતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા, મોરબી જીલ્લા પ્રા.શિક્ષક.સંઘના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી વિરમભાઇ દેસાઇ, સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ જાકાસણીયા તથા તમામ ઘટકસંઘના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ હોદેદારો દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનું પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ મીઠાઇ ખવડાવી, રાજ્ય સરકારના નિર્ણયને આવકારી આનંદની અનુભૂતિ સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text