માળીયા : કન્યા શાળાના છાત્રોએ શહીદો માટે રૂ.૨૧ હાજરનો ફાળો એકત્ર કર્યો

- text


મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલી આપીને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે અનુદાનની અવિરત સરવાણી વહી રહી છે.જોકે મોરબી જિલ્લામાં પણ લોકોએ ઉદાર હાથે અનુદાનની સરવાણી વહાવી પુલવાના શહીદોના પરિવારોને મદદરૂપ થવા અન્યોને પ્રેરણાબળ પૂરું પાડયુ છે. ત્યારે માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે આવેલ કન્યા શાળાના વિદ્યાર્થીઓએ શાળામાં ભણાવતા શિક્ષણના આદર્શ વિચારોને જીવનમાં આત્મસાત કરી પુલવાના શહીદોના પરિવારોને મદદરુપ થવા સરાહનીય પ્રયાસો કર્યા હતા. આ કન્યા શાળાના બાળકોએ પુલવાના શહીદો માટે રૂ.21 હજારનો ફાળો એકઠો કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text