ટંકારા : ઘર ગૃહસ્થી, ખેતીની સાથે ૪૫ ગામોનું સુકાન એકલા હાથે સંભાળે છે આ મહિલા

- text


હરબટીયાળીની મહિલા નારીશક્તિનું જવલંત ઉદાદરણ

ટંકારા : આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે માધ્યમોમાં મહિલા સશક્તિકરણ વિશે થોકબંધ ચર્ચાઓ થશે. સોશિયલ મીડિયામાં પણ નારી શક્તિ વિશે સંદેશાઓનો ધોધ વહી રહ્યો છે ત્યારે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ નાનકડા એવા હરબટીયાળી ગામમાં જોવા મળે છે.નારી શક્તિ ઉજાગર કરતા ખેડુત મહિલાએ ૧૦ વર્ષ પહેલાં રાજકારણમાં ઝંપલાવ્યું અને આજે ૪૫ ગામના વિકાસ કર્યોને આગળ વધારવા મથી રહ્યા છે.

ટંકારા તાલુકા પંચાયતનુ સુકાન સંભાળતા અને સાવ ખોબા જેવડા ગામ હરબટીયાળીથી આવતા તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન અશોકભાઈ સંઘાણી સામાન્ય ગૃહિણીની જેમ ઘર- પરીવાર સંભાળીને જાહેર સમાજ સેવાનુ સુકાન પણ સંભાળી રહ્યા છે. ગામડાની કહેવાતી અબળા નારી હવે સબળા બનીને આખો તાલુકો ચલાવી શકે એનુ જીવંત ઉદારણ પુરૂ પાડી રહ્યા છે. ગત ટર્મમાં વિરોધપક્ષના નેતા તરીકે ખૂબ અસરકારક કામગીરી બજાવી હાલ તાલુકા પંચાયતમાં નારી શક્તિનુ ગૌરવ વધારી પ્રમુખ તરીકે દમામભેર વહિવટ ચલાવે છે. તાલુકાના ૪૫ ગામડાની સંપૂર્ણપણે જાહેર સેવા પક્ષા પક્ષીથી દુર રહી સામાન્યજન બની કરી રહ્યા છે. તાલુકાના નાના મોટા તમામ લોકોની પરેશાની દૂર કરવા અને જાહેર વિકાસ માટે હંમેશા તત્પર રહેતા મધુબેન સંઘાણીએ જણાવ્યું હતુ કે ૧૨ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ હુ જ્યારે સાસરે આવી ત્યારે નાનકડા ગામડામાં ઘણી સમસ્યાઓ હતી. ખેતી કામ અને નાનકડી ડેરી સંચાલન કરવાની જવાબદારી પહેલેથી જ આવી હોવાથી સામાન્ય લોકો સાથે સંપર્કમાં આવવાનું બન્યું. ગામડાનો વિકાસ ન થવાનુ કારણ શિક્ષણની ઉણપ, ખેતી સિવાય અન્ય કોઈ ખાસ આવક ન હોવાથી અનુભવે જણાયુ હતુ કે ગામડાના વિકાસમાં ખામી ક્યાં રહી જાય છે. અનુભવે એ પણ જણાયું કે સ્થાનિક રાજકારણને કારણે કોઈ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. જો કોઈ બદલાવ કરવો હોય તો મારે જ રાજકિય ક્ષેત્રે પદાર્પણ કરવું પડશે. આમ વિચારીને ૧૦ વર્ષ પહેલાં મે સીધા જ સ્વરાજની ચુંટણીમાં ઝંપલાવ્યું અને તેમા ગામ લોકોએ મારા સાહસને વધાવી જંગી બહુમતીથી વિજય અપાવ્યો. પરંતુ અમારી પેનલનો વિજય ન થતા વિરોધપક્ષના નેતા ની કાંટાળી જવાબદારી મારા શિરે આવી. જોકે આ જવાબદારીને એક ચેલેન્જ તરીકે મેં સ્વીકારી. ગત ચુંટણીમાં કોંગ્રેસ પક્ષનુ શાસન આવતા કમિટીમા કારોબારી ચેરમેનના પદ માટે પસંદગી થતા સંનિષ્ઠતા સાથે લોક સેવાની તક મળી. નવી ટર્મમાં મહીલા પ્રમુખ તરીકે મારી પસંદગી થતા નવી દીશા મળી. લોકોની પાયાની સુવિધા માટે જરૂરી વિકાસકાર્યોનો આરંભ કરાવ્યો. ગ્રામ્ય કક્ષાએ રોડ- રસ્તા, નાનકડા વર્ગને સહાય માટે કોઈ પણ નાગરિક મને ગમે ત્યારે મળી શકે છે.

- text

ઉલ્લેખનીય છે કે ગામના વિકાસમાં મહિલાઓ તેમનુ યોગદાન આપી શકે તે માટે મધુબેન હર હંમેશ પ્રયત્નશીલ રહે છે અને એવા પ્રકારના આયોજનો કરતા રહે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text