મોરબીમા ૧૦મીએ ગૃહ ઉપયોગી ઓર્ગેનિક ચીજવસ્તુનું રાહત દરે વિતરણ

- text


મયુર નેચર કલબ અને નવરંગ નેચર ક્લબનું આયોજન

મોરબી : મોરબીમાં આગામી તા. ૧૦ના રોજ નવરંગ નેચર કલબ તેમજ મયુર નેચર કલબ દ્વારા ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવનાર છે. જેમાં ઓર્ગેનિક ખાદ્યચીજો પણ વિતરણ કરવામાં આવશે.

મોરબીમાં નવરંગ નેચર કલબ(રાજકોટ) અને મયુર નેચર કલબ(મોરબી) દ્વારા તા.૧૦ ને રવિવાર સમય સવારે 9 થી 1 વાગ્યે સરદાર બાગ પાસે ભાડેશિયા સાહેબના દવાખાના સામે શનાળા રોડ મોરબી ખાતે ગૃહ ઉપયોગી વસ્તુ જેમકે માટીના વાસણો,ફૂલછોડ,મધ, પૂઠાના ચકલીઘર,લીમડા સાબુ,હરડે પાવડર,લીલા નાળિયેર,લોખંડના પિંજરા, અગરબત્તીઓ સહિતની અનેક ચીજ વસ્તુઓનું તેમજ ઓર્ગેનિક ખાદ્યસામગ્રીઓનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી શહેરીજનોને આ રાહતદરે ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓનો મેળવવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે અને વધુ માહિતી માટે જીતુભાઈ ઠક્કર મો. નં.9228583743 અને વી.ડી.બાલા મો.નં 9427563898નો સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text