મોરબીમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા વિસ્તારમાંથી સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ગત તા.31 જાન્યુઆરીના રોજ મોરબીના સામાકાંઠે આવેલ કાન્તિનગર પાસેની દરગાહ નજીક સગીરાને જુસબ નૂરઅલીમમદ મિયાણા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.આ બનાવની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે અરોપી સામે સગીરાના અપહરણ ગુનો નોંધી તેને ઝડપી લેવા તથા સગીરાની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text