ટંકારામા બોર્ડની પરીક્ષામાં છાત્રોને મો મીઠા કરાવીને પ્રવેશ અપાયો

- text


છાત્રોને કોઈ તકલીફ ન પડે તે માટે વિદ્યાર્થી એકતા સંગઠનની ટીમ ખડેપગે

ટંકારા : ટંકારામા બોર્ડની પરીક્ષામાં છાત્રોને મો મીઠું કરાવીને તેમજ કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવમાં આવ્યો હતો. આ સાથે બોર્ડની પરીક્ષા દરમિયાન છાત્રોને કોઈ તકલીફ ન પડે તે માટે વિદ્યાર્થી એકતા પરિષદની ટીમ દરરોજ ખડેપગે રહીને છાત્રોની મદદ માટે તત્પર રહેશે.

ટંકારા તાલુકા મથકે પ્રારંભ થયેલી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦મા ૧૪૪૭ છાત્રો તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહમા ૩૬૪ છાત્રોએ તાલુકાના સેન્ટરોમા પ્રથમ પેપર આપ્યું હતું. તમામ છાત્રોને મીઠુ મો અને કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

બહારગામથી આવતા બાળકોને તકલીફ ન થાય અને તમામ છાત્રો પરિક્ષા કેન્દ્ર પર સમય સર પહોચે માટે સવારથી વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ બેચર ધોડાસરા, ઉપપ્રમુખ ગૌતમ વામજા,પરેશ ઉજરીયા, ગપી પાટીદાર સહીતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને વાલી જેવો પ્રેમ આપી તમામ છાત્રોના મો મિઠા કરાવી પરીક્ષા ખંડ માટે રવાના કર્યા હતા.

- text

શિક્ષણ તંત્રએ ટંકારામા ધોરણ ૧૦ માટે ૬ કેન્દ્ર તથા ધોરણ ૧૨ માટે ૨ કેન્દ્ર નક્કી કર્યા છે દરેક પ્રરીક્ષા કેન્દ્ર ઉપર ૨૦ નો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા ૨ પોલીસ અને ૨ હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અહી વિજ્ઞાાન પ્રવાહનુ સેન્ટર ફાળવણી કર્યુ ન હોય ૫૦૦ થી વધુ વિદ્યાર્થી જીલ્લા મથક મોરબી ખાતે પેપર આપવા પહોચ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text