મોરબી : રાજકોટ આઇવે પ્રોજેકટની તીસરી આંખનો ત્રીજો છબરડો

- text


ઇવે મેમો દ્વારા મોરબીમાં બાઈકના માલિકને એક્ટિવા ચાલક મહિલાનો ફોટો મોકલીને ચકરાવે ચડાવ્યા

મોરબી : રાજકોટ ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને વાહનના નંબરને આધારે ઓળખીને જે તે વ્યક્તિના ઘેર ઇ ચલાન ઇસ્યુ થાય છે. જેમાં વારંવાર થતા છબરડાથી ઘણીવાર નિર્દોષ વ્યક્તિ દોડતો થઈ જાય છે. મોરબી જિલ્લામાં પાછલા થોડા જ દિવસોમાં ઉપરા ઉપરી આવા ત્રણ બનાવો બનતા રાજકોટ પોલીસના આઇવે પ્રોજેકટની ચોકસાઈ અંગે સવાલો ઉઠી રહ્યા છે.

મોરબી જીલ્લાના અલગ અલગ શહેર અને ગામડાઓમાં રાજકોટ ટ્રાફિક દ્રારા સી.સી.ટીવી ફુટેજના આધારે ઇ મેમો મોકલવામાં આવ્યા છે જેમા છેલ્લા બે દિવસમાં માળિયા મીયાણાના જુનેદભાઈ ઈશા પાસે એક્ટિવા સ્કૂટર ન હોવા છતા એમના ઘરે ઇ મેમો મોકલવામાં આવ્યો હતો. જુનેદભાઈ ક્યારેય પોતાનું બાઈક લઈને પણ રાજકોટ ગયા નથી ત્યારે મોકલવામાં આવેલા ઇ મેમોમાં નજરે પડતા એક્ટિવા સ્કૂટર પર બેસેલી યુવતીના ફોટા વાળો મેમો જોઈને આશ્ચર્ય સાથે ચિંતામાં પડી ગયા હતા. મેમોમાં વાહનના નંબર જુનેદભાઈના બાઈકના જ છે. તો એક્ટિવના નંબર પણ બાઈકના નંબર સાથે કઈ રીતે મેચ થયા હશે તે એક સવાલ છે.
બીજા બનાવમાં મોરબીમાં પણ એક મહિલા કયારેય પોતાનુ વાહન લઇ રાજકોટ ન ગયા હોવા છતાં પોતાના ઘરે ઇ મેમો આવ્યો હતો. આ બનાવમાં એક નંબરની ભુલના કારણે ઇ મેમો આવ્યાનુ સ્પષ્ટ પણે ફલિત થાય છે. આ બે બનાવ બાદ ત્રીજો પણ એક બનાવ સામે આવ્યો હતો.

- text

ત્રીજા બનાવમાં માળિયા મીયાણા તાલુકાના રહેવાસી અશ્ર્વિનભાઇ ધનજીભાઈ કાવરે આઠ વર્ષ પહેલા પોતાની અલ્ટો ગાડી અન્ય વ્યક્તિને વેચી હતી અને જે તે સમયે પોતાની ગાડી ખરીદનાર વ્યક્તિના નામે કરી આપી હતી. ગાડી ખરીદનાર વ્યકિતને તેના નામની આર.સી.બુક પણ આર.ટી.ઓ.માંથી મળી ગઈ હતી.
ગાડી ખરીદનાર વ્યક્તિએ ત્રીજા વ્યક્તિને એ ગાડી વહેચી દિધી હતી જે હાલ ત્રીજા મલિકના નામની ગાડી આર.ટી.ઓમાં નોંધાયેલી હોવા છતાંય આજે આઠ વર્ષ પહેલા વેચેલી ગાડીના મૂળ માલીકને ઇ મેમો મોકલતા ડીઝીટલ ઇન્ડીયાની સચ્ચાઈ સામે સવાલો ઉભા થયા છે.
સાથો સાથ ડીઝીટલ ઇન્ડીયાની પોકળ કામગીરી પર લોકો રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે.
આવા મેમાનો જેમને કડવો અનુભવ થયો તેવા લોકો રીતસરના હવે મોરબી અપડેટની ટીમનો સંપર્ક કરી પોતાની વેદના વર્ણવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text