ટંકારાના ટોળ ગામે સહકારી મંડળીમાંથી લેપટોપની ચોરી

- text


તસ્કરોએ માતાજીના મંદીરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના વાયર તોડી નાખ્યા

ટંકારા : ટંકારા પંથકમાં તસ્કરો છેલ્લા કેટલાક દિવસથી અવિરતપણે નાની મોટી ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે.જેમાં વધુ એક ચોરીના બનાવમાં ટંકારના ટોળ ગામે આવેલ સહકારી મંડળીમાંથી તસ્કરો લેપટોપની ચોરી કરી બાજુના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના વાયર કાપી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની ટંકારા પોલીસ મથકે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારાના ટોળ ગામે આવેલી કિશાન સેવા સહકારી મંડળીમાં ગતતા 4ના રોજ તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ સહકારી મંડળીનું તાળું તોડી અંદર પ્રવેશી તેમાથી રૂ.રૂ.12 હજારની કિંમતનું જૂનું લેપટોપ ઉઠાવી ગયા હતા.સાથોસાથ આ ચોરીના બનાવનું પગેરું ન મળે તે માટે તસ્કરો બાજુમાં આવેલ શક્તિ માતાજીના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના વાયર કાપીને નાસી છૂટ્યા હતા.આ બનાવ અંગે સહકારી મંડળીના મંત્રી ઘેલાભાઈ મેપાભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text