મોરબીમાં બોર્ડના પ્રથમ પેપરમાં ધો.૧૦ના ૨૧૮ અને ધો.૧૨ના ૫૧ વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


તમામ કેન્દ્રો પર શાંતિ પૂર્ણ વાતાવરણમા પ્રથમ પેપર લેવાયું : એક પણ કોપી કેસ ન નોંધાયો

મોરબી : આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામા મોરબી ખાતેના કેન્દ્રોમાં પ્રથમ પેપર શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાયું હતું. પ્રથમ પેપરમાં ધો. ૧૦ના ૨૧૮ અને ધો. ૧૨ના ૫૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ સાથે પ્રથમ પેપરમાં એક પણ કોપી કેસ ન નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી સહિત રાજ્યભરમા આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમા મોરબીના તમામ પરીક્ષા કેન્દ્રોમા શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓએ પેપર આપ્યા હતા. ધો. ૧૦માં ગુજરાતીનું પેપર ૧૩૭૮૮ વિદ્યાર્થીઓમાંથી ૧૩૫૭૨ વિદ્યાર્થીઓએ આપ્યું હતું. જેમાં ૨૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજીના પેપર ૩૬૯ માંથી ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ ધો. ૧૦ના પેપરમાં કુલ ૧૩૯૫૫ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૨૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધો. ૧૨મા નામાના મૂળ તત્વો જુના કોર્ષમાં ૪૬૯૮ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૩૧ ગેરહાજર, નામાના મૂળ તત્વો નવા કોર્સમાં ૨૦૯ હાજર જ્યારે ૯ ગેરહાજર, ભૌતિક વિજ્ઞાન નવા કોર્ષમાં ૨૨૬૧ હાજર અને ૯ ગેરહાજર, ભૌતિક વિજ્ઞાન જુના કોર્ષમાં ૧૯ હાજર અને ૨ ગેરહાજર આમ કુલ ૭૧૮૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૫૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં પ્રથમ પેપર આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું હતું. શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો. આ સાથે પ્રથમ પેપરમાં ધો. ૧૦ કે ૧૨મા એક પણ કોપી કેસ નોંધાયો નથી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text