ટંકારાના પરીક્ષા કેન્દ્રોમા છાત્રો માટે વિદ્યાર્થી એકતા સંગઠનની ટીમ રહેશે ખડેપગે

- text


વિદ્યાર્થીઓને જો કોઈ પરેશાની હોય તો ઇમરજન્સી મદદ માટે ટીમનો સંપર્ક કરવા અનુરોધ

ટંકારા : ટંકારામાં બોર્ડના પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કોઈ પરેશાની ન પડે તે માટે વિદ્યાર્થી એકતા સંગઠનની ટીમ ખડેપગે રહેશે. આ સાથે ટીમ દ્વારા ઇમરજન્સી મદદ માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

ટંકારાના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થી એકતા સંગઠનની ટીમ વિદ્યાર્થીઓને પરેશાની ન થાય તે માટે સવારથી ખડેપગે રહેશે. આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષામા ધો.૧૦ના ૬ કેન્દ્ર ઓરપેટ સ્કૂલ, સરદાર સ્કૂલ, લાઈફ લિંકસ સ્કૂલ, ઓમ વિદ્યાલય, એમડી સ્કૂલ અને આર્ય વિદ્યાલયમ તેમજ ધો. ૧૨ માટે ઓરપેટ સ્કૂલ અને લાઈફ લિંકસ સ્કૂલના કેન્દ્ર પર પરીક્ષા લેવાની છે.

- text

ટંકારા ખાતે કોઈ પણ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને કોઈ પણ સમસ્યા હોય કે અડચણ થાય તો ઇમરજન્સી મદદ માટે વિદ્યાર્થી એકતા સંગઠનની ટીમ સવારથી હાજર રહેશે. જો કોઈની નજરમાં પરેશાન વિદ્યાર્થી આવે તો વિદ્યાર્થી એકતા સંગઠનના અધ્યક્ષ જયેશ ભટાસણા મો.નં. 8141208873 પ્રમુખ બેચર ઘોડાસરા મો.નં. 9601696596, ઉપપ્રમુખ ગૌતમ વામજા મો.નં.9687270665 ઉપર સંપર્ક કરીને મદદ મેળવી શકો છો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text