વાંકાનેરમા બાળ લગ્ન વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


લગ્ન વિધિ સાથે સંકળાયેલા તમામ લોકો તેમજ સમાજના આગેવાનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયુ

વાંકાનેર : મોરબીની બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા વાંકાનેરમા બાળ લગ્ન અંગેનો જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત લગ્ન વિધિ સાથે સંકળાયેલા તમામ લોકો તેમજ સમાજના આગેવાનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક જનજાગૃતિનો કાર્યક્રમ વાંકાનેર તાલુકા ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં વિવિધ જ્ઞાતિ આગેવાન તેમજ સમાજવાડીના સંચાલક, લગ્ન કંકોત્રી, ગ્રાફિક્સ, ડીજે, કેટરિંગ એજન્સીવાળા, ગોર મહારાજ, મોલાવી સાહેબ, સમૂહ લગ્ન સમિતિઓના આગેવાનો સહિતના અંદાજે ૭૦ મિત્રો હાજર રહ્યા હતા.

- text

કાર્યક્રમનું સંચાલન બાળ સુરક્ષા એકમના સમીરભાઈ લઘડ દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમને લગતું પ્રાસંગિક ઉદબોધન બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અનીલાબેન એફ. પીપલીયા દ્વારા આપવામાં આવ્યું હતું. આ સાથે બાળ લગ્ન ધારો ૨૦૦૬ અને બાળ લગ્નની ગંભીર અસરો વિશે વિસ્તુત માહિતી પ્રોબેશન ઓફિસર સુનીલ વી. રાઠોડ દ્વારા આપવામાં આવ્યુ હતું.જ્યારે બાળ સુરક્ષા તેમજ બાળ અધિકારો વિશે રંજનબેન મકવાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text