સીરામીક લેબનું કામ હવે આસાન : ટંકારાનાં દસ પાસ યુવાને જાતે બનાવી એપ્લિકેશન

ટંકારા : તાલુકાનાં નસિતપરમાં રહેતાં ૧૦ પાસ વ્યક્તિ આનંદભાઈ મનસુખભાઇ બરાસરાએ સીરામીક ઉદ્યોગમાં વપરાતા સૂત્રોની એપ્લિકેશન ‘સીરામીક ટૂલ્સ’ બનાવી, જે સીરામીક ઉદ્યોગમાં કામ કર્તા લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થશે.

આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.ceramic.tools

માનવામાં આવે છે કે સીરામીક લેબનું કામ માથાના દુખાવા જેવું હોય છે, જેમાં ડગલેને પગલે ગણતરીઓ કરવી પડે છે. આથી આ શિરદર્દ સમાન કામ હળવું બને તે માટે ટંકારાનાં આનંદભાઈએ એપ્લિકેશન બનાવી છે, જે ગૂગલ પ્લે સ્ટોર પર આસાનીથિ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનમાં સીરામીક ઉદ્યોગમાં વપરાતાં તમામ સૂત્રો બટન સીકેજ, વોલ ટાઇલ્સ પોરોસીટી, ડ્રાય વેટ, ટાઇલ્સ W, MOR, ડ્રાય મોટર, QC પ્રોડક્શનનો રિપોર્ટ, સ્ટોપ વોચ જેવા સૂત્રોને આધારે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આનંદભાઈ માત્ર દસ પાસ છે અને માત્ર પંદર દિવસ આ એપ્લિકેશન બનાવી છે. વગર ડીગ્રીએ અને ઓછાં ભણતરે માણસ શું કરી શકે તેનું આનંદભાઈ એક સારુ ઉદાહરણ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en