મોરબીનો પેટ્રોલપંપ પ્રતિ લિટરે થયેલા નફામાંથી ૫૦ પૈસા લેખે શહીદોને સહાય આપશે

- text


પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોની વ્હારે જતું તુલસી પેટ્રોલિયમ

મોરબી : મોરબીના તુલસી પેટ્રોલિયમના સંચાલકોએ શહીદ પરિવારોના લાભાર્થે પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.જે મુજબ આ પેટ્રોલપંપ એક મહિના સુધી એક લીટર પેટ્રોલે થયેલા નફામાંથી ૫૦ પૈસા લેખે સહાય શહીદના પરિવારોને અર્પણ કરશે.

પુલવામાં ખાતે થયેલા આત્મઘાતી હુમલામાં દેશના ૪૪ સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાંથી શહીદોને શ્રધાંજલિ સાથે તેમના પરિવારો માટે સહાય એકત્ર કરવામાં આવી રહી છે. જેમાં મોરબીમાંથી પણ સહાયનો રીતસરનો ધોધ વહયો છે. ત્યારે શહેરના તુલસી પેટ્રોલિયમના વિનોદભાઈ ડાભી, ભરતભાઈ ડાભી અને મહેશભાઈ ડાભીએ નિણર્ય લીધો છે કે તેઓના પેટ્રોલપંપમા એક લીટર પેટ્રોલના વેચાણ પર થયેલા નફામાંથી ૫૦ ટકા લેખે એક મહીનામા થયેલા નફામાંથી સહાય શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. ૯૮૨૫૦ ૬૦૫૩૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text