માળીયા : રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

માળીયા : માળિયા પોલીસે બાતમીને આધારે તાલુકાના વવાણીયા ગામ નજીકના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂ અને બીયર સાથે એક આરોપીને ઝડપી લીધો છે જયારે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે.

માળિયા તાલુકાના વવાણીયા ગામે ઈંગ્લીશ દારૂ વેચાતો હોવાની બાતમીને આધારે માળિયા પોલીસે ગત રાત્રીના વવાણીયા ગામના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. જેમાં મકાનની તલાશી લેતા ૧૫ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ.૬૦૦૦ અને ૧૫ બીયર કીમત રૂ. ૧૫૦૦ સહીત કુલ ૭૫૦૦ના મુદામાલ સાથે મકાન માલિક સાગર રામૈયાભાઈ સવસેટાની (ઉ.વ.૨૧) ધરપકડ કરી છે. જયારે આરોપીએ મોટા દહીસરા ગામના અશ્વિન વીનુભાઈ હુંબલ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાતને પગલે આરોપી સામે ગુન્હો નોંધી માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી બનાવમાં નામ ખુલેલા ઇસમની શોધખોળ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

maliya