હળવદમા બોર્ડના પરિક્ષાર્થીઓને ભારતમાતાની જય બોલાવીને ફ્રિમા ચા પીવડાવાશે

- text


માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ દ્રારકાધીશ ટી સ્ટોલના માલિકની અનોખી દેશભક્તિ : વિદ્યાર્થીઓ પાસેથી ભારતમાતાની જય બોલાવડાવીને વિનામૂલ્યે ચા સાથે બોલપેન અપાશે

હળવદ : આવતીકાલથી ધો.10 -12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે.ત્યારે પરીક્ષાખંડોમાં પરીક્ષા આપવા દુરદુરથી આવતા વિધાર્થીઓને ખાવાપીવામાં અગવડતા ન પડે તે માટે અનેક સેવાભાવિ સંસ્થા અને લોકો પોતાની આર્થિક ક્ષમતા મુજબ મદદરૂપ થવાના સરાહનીય પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હળવદના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ દ્રારકાધીશ ટી સ્ટોલ દ્વારા બોર્ડના પરિક્ષાર્થી માટે વિશેષ આયોજન ઘડી કાઢ્યું છે.જેમાં વિધાર્થીઓને ભારતમાતા કી જય બોલાવી મફતમાં ચા પીવડાવીને બોલપેન ભેટમાં આપશે

હળવદના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ દ્વારકાધીશ ટી સ્ટોલ દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓને મદદરૂપ થવા અનોખું સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.આ ટી સ્ટોલના માલિક નયનભાઈ પટેલે જણાવ્યું હતું કે આવતી કાલથી ધો.10.-12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યાંરે દુર દુર ગામડેથી પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓને જમવા સહિતની બાબતે ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. જો કે આ વિધાર્થીઓને મદદરૂપ થવા માટે ઘણી સંસ્થાઓ આગળ આવીને તેમના માટે જમવાની વ્યવસ્થા કરી છે.

- text

ત્યારે અમે અમારી ક્ષમતા મુજબ વિધાર્થીઓને મફતમાં ઉત્તમ કક્ષાની ચા પીવડાવવાનું આયોજન કર્યું છે.કાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષાથી અંત સુધી અમારી ટી સ્ટોલ ખાતે વિનામૂલ્યે ફક્ત બોર્ડના પરિક્ષાર્થીઓને ચા પીવડવાશે. અમારી શરત એટલી જ રહેશે કે જે વિધાર્થીઓ ભારત માતા કી જય બોલશે તેને મફતમાં ચા પીવડાવીને સાથે બોલપેન ભેટમાં અપાશે. જેથી વિધાર્થીઓમાં દેશભાવના વધુ મજબૂત બનશે .તેથી તેમણે હળવદ પંથકના તમામ છાત્રોને તેમની ચાનો સ્વાદ માણવા અનુરોધ કર્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text