હળવદમા માર્કેટ યાર્ડ દ્વારા બોર્ડના છાત્રો માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા

હળવદ : હળવદમા પરીક્ષા આપવા માટે આવતા બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓ માટે માર્કેટ યાર્ડ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

આવતીકાલે તા. ૭ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં હળવદ તાલુકાના ગામડામાંથી પરીક્ષા આપવા હળવદ આવતા વિદ્યાર્થીઓ માટે માર્કેટ યાર્ડ હળવદ દ્વારા નિઃશુલ્ક બપોરના ભોજનની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. ખેડૂત ભોજનાલય માર્કેટ યાર્ડ – હળવદ ખાતે બપોરે ૩ વાગ્યા સુધી ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઓરીજનલ રિશીપ્ટ સાથે લાવવાની રહેશે.એક વિદ્યાર્થી સાથે એક વાલીને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en