ટંકારાના લજાઈ ગામે યુવાનનો ઝેરી દવા પી આપઘાત

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે યુવાનને કોઈ કારણોસર ઝેરી દવા પીને મોતની સોડ તાણી લીધી હતી.ટંકારા પોલીસે આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા દીપકભાઈ હરજીભાઈ ચાવડા ઉ.વ.35 નામના યુવાને ગત તા.3 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીઘી હતી.બાદમાં આ યુવાનને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.

જ્યાં આ યુવાને ટૂંકી સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.આ બનાવથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text