વાંકાનેરમા સંસ્કાર દિપ એજ્યુ. ટ્રસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણતા નગરજનો

- text


શારદા વિદ્યાલયના બાળકોએ ૫૭ કૃતિઓ રજૂ કરી, ૪ હજારથી વધુ લોકોએ માણ્યો કાર્યક્રમ : સાંસદ મોહનભાઈ કુંડારીયાનું એઇમ્સ અપાવવા પાછળ જહેમત કરવા બદલ અદકેરૂ સન્માન

વાંકાનેર : વાંકાનેરના સંસ્કાર દિપ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલા અને સંસ્કૃતિના ભવ્ય વારસાને રંગ મંચ પર ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શારદા વિદ્યાલયના કુલ ૩૫૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ-૫૭ વિવિધ કૃતિઓ આ કાર્યક્રમમાં રજુ કરવામાં આવી. આ તકે સૌરાષ્ટ્રને એઇમ્સ અપાવવા પાછળ જહેમત જઠાવનાર સાંસદ મોહનભાઇ કુંડારીયાનું અદકેરૂ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને ૪૦૦૦થી વધુ લોકોએ નિહાળ્યો હતો. જેમાં મોબાઈલની બાળમાનસ અને કુટુંબ જીવન પર થતી આડ અસરને રજુ કરતુ નાટક “મોબાઈલ ની માથાકુટ”, દિકરીનું મહત્વ સમજાવતું નાટક ” દિકરીની વિદાય ” વૃધ્ધ માવતરને તરછોડતા દિકરા-વહનું નાટક ” માં ” દ્વારા સમાજમાં સારા સંસ્કારોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતના ગૌરવને રજુ કરતો ડાન્સ “અમે લેરી લાલા” ધ્વારા ગુજરાતનું મહત્વ, પાંચળની ધીંગી ધરાની પરંપરાગત સંસ્કૃતિ રજુ કરતો “માલધારી રાસ”, રાજસ્થાની પરંપરાને ૨જુ કરતો રાસ “ધુમર” મરાઠી રાસ, બંગાળી રાસ, પંજાબી રાસ વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયા હતા.

- text

કાર્યક્રમના અંતે ભુતપુર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા કે જેઓએ એઇમ્સ સૌરાષ્ટ્રને અપાવવા માટે તનતોડ મહેનત કરી, જેનાથી લાખો જરૂરીયાતમંદ ગરીબ દર્દીને આધુનિક મેડીકલ સુવિધા મળશે એ માટે તેનું “સેવા રત્ન એવોર્ડ”થી સંસ્કાર દિપ એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પરેશભભાઈ મઢવીએ સન્માન કર્યુ હતું. ઉપરાંત મોરબી જીલ્લાના યુવા નેતા હિરેનભાઈ પારેખ, યુસુફભાઈ શેરસીયા, તા.પં. પ્રમુખ યુનુસભાઈ શેરસીયા આ તકે હાજર રહયાં હતા. તેનું પણ સન્માન કર્યુ હતુ. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text