વાંકાનેર : સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ

- text


વિનયગઢ સતાપર ગામના તળાવ ઊંડા કરવાની કામગીરીમાં માજી સરપંચ સહિતનાઓનો સહયોગ


વાંકાનેર : ગુજરાત સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ઉનાળાના પ્રારંભે જળ સંચય કરવાના ભાગ રૂપે ગામે ગામ નાના મોટા તળાવો ઊંડા ઉતારવાની કામગીરીનો મોરબી જિલ્લામાં પ્રારંભ થયો છે. આ યોજના અંતર્ગત વાંકાનેર તાલુકાના વિનયગઢ સતાપર ગામે તળાવ ઊંડું ઉતારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તળાવ ઊંડા કરવાની આ કાર્યવાહીમાં સરકારના વિવિધ વિભાગોનું સંકલન કરીને આ કાર્યવાહી શરૂ કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગ પણ દેખરેખ અને માર્ગદર્શન માટે મેદાનમાં આવ્યું છે.
વાંકાનેર તાલુકાના વિનયગઢ સતાપર ગામે લિઝ ધારક જગદીશભાઈ પ્રજાપતિએ આ કાર્યમાં સહયોગ માટે ટ્રેકટર, જેસીબી મશીન તેમજ ટ્રક પુરા પડ્યા છે. ખાણ ખનીજ વિભાગના જીઓલોજિસ્ટ યુ.કે.સિંઘના માર્ગદર્શન હેઠળ અન્ય સ્ટાફ દ્વારા તળાવમાંથી માટી તેમજ કાંપ ઉલેચવાનું શરૂ કરાવવામાં આવ્યું હતું. આ તકે સતાપરના માજી સરપંચ જગદીશભાઈ સારેસા તેમજ મહેન્દ્રભાઈ પ્રજાપતિ ખાસ જહેમત ઉઠાવીને સમગ્ર કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે સુજલામ સુફલામ જળ અભિયાન 2019 યોજના અંતર્ગત તમામ તળાવોને ચોમાસા પહેલા ઊંડા ઉતારીને વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ કરી આસપાસના પાણીના તળ સજીવ કરવાની સરકારની મનસા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text