ટંકારા રેઢું પડ : ફરીથી પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા નિશાચરો

- text


એક જ રાતમાં બે બે સ્થળોને નિશાન બનાવતા લોકોમાં ફફડાટ

ટંકારા : ટંકારા પંથકમાં ચોરોની હિંમત દિવસે દિવસે વધતી જતી હોય તેમ લગભગ રોજ નિશાચરો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગત રાત્રીના રોજ બે બે સ્થળોએ તસ્કરો ત્રાટકયા હતા. જેમાં એક મંદિરનો પણ સમાવેશ થાય છે.

સ્થળ ઉપરથી મળતી માહિતી પ્રમાણે ગત રાત્રીના રોજ ટોળ ગામે સેવા સહકારી મંડળીમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાં તસ્કરો એક લેપટોપ ચોરી ગયા હતા. આ સિવાય કશું હાથ ન લાગતા ઓફિસમાં તોડફોડ કરીને ખાસુ નુકશાન પહોચાડ્યું હતું.

ત્યાર બાદ તસ્કરોએ ગામના સરપંચના કુળદેવીના મંદીરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પણ મજબૂત લોખંડની ગ્રિલ ન તૂટતા સી.સી.ટી.વી કેમેરાઓને નિશાન બનાવી તેમાં તોડફોડ કરી નાસી ગયા હતા. આમ છતાં અમુક તસ્કરો કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા આ લખાય છે ત્યાં સુધી હજુ પોલીસ ઘટના સ્થળે પહોંચી નથી આથી ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે ટંકારામાં ચોરોને મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ રોજબરોજ ચોરીના બનાવો વધ્યા છે. હજુ લુટની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તો ટોળ ગામે તસ્કરો ત્રાટક્યા છે. ત્યારે પોલીસની ઢીલી નીતિની ટીકા થઈ રહી છે. રોજબરોજ બનતી ચોરીની ઘટનાઓ અટકાવવામાં પોલીસ તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે અને તસ્કરો બેફામ બન્યા છે ત્યારે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text