મોરબી : રામાનંદીય સાધુસમાજ ઉત્કર્ષ સમુહલગ્ન મંડળ દ્વારા સમુહલગ્ન યોજાયા

મોરબી : માળીયા(મી.) તાલુકા વિસ્તારના રામાનંદીય સાધુસમાજ ઉત્કર્ષ સમુહલગ્ન મંડળ દ્વારા સત્તરમા સમુહલગ્ન તારીખ 26મી ફેબ્રુઆરીને મંગળવારે યોજાયા હતા, જેમાં ઘણા મહંતો તથા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી-માળીયા(મી.) વિસ્તારના રામાનંદીય સાધુસમાજ ઉત્કર્ષ સમુહલગ્ન મંડળ દ્વારા તારીખ 26ને મંગળવારે સમુહલગ્ન યોજાઈ ગયા, જેમાં તારીખ 25ને સોમવારે મંડપ રોપણ, તારીખ 26ને મંગળવારે રામસ્તુતિ તથા હનુમાન ચાલીસા, જાનના સામૈયા, હસ્તમેળાપ, ભોજન સમારંભ, આશીર્વચન, કન્યાવિદાય જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આશીર્વચનો મહામંડલેશ્વર કંકેશ્વરીદેવી, મહંત ભાવેશ્વરી, જમનાદાસબાપુ નિમાવત, મહંત દામજી ભગત, કિશોરદાસ બાપુ તથા જય દેવાનંદબાપુ દ્વારા પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દેવકરણભાઇ આદ્રોજા(ઉદ્યોગપતિ), રાજુભાઈ કોરડીયા(કોરડીયા ગ્રુપ), ડી. સી. પટેલ(જીલટોપ ગ્રુપ), કનુભાઈ કુબાવત(પૂર્વ શિક્ષણ અધિકારી), ડો. એસ. કે. રામાવત, લક્ષ્મીદાસ રામાવત(સીરામીક સીટી), નિલેશભાઈ નિમાવત(રાધે ગ્રુપ), શૈલેષભાઇ કુબાવત(રાધે ગ્રુપ), મનહરલાલ કુબાવત(ખાખીની જગ્યા) તથા નરશીદાસ વિઠ્ઠલદાસ(ખાખીની જગ્યા) ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en