મોરબીના નારણકા ગામે મહાશિવરાત્રીએ સંતવાણીમાં દેશભક્તિના ગીતો ગુંજયા

- text


મોરબી : મોરબીના નારણકા ગામે મહાશિવરાત્રી નિમિતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણીમા દેશભક્તિના ગીતો રજૂ કરીને પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

મોરબીના નારણકા ગામે મહાશિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવ મંદિરને શુભોશિત કરી શણગારવામાં આવ્યા હતા શિવ ભક્તો દ્વારા ભગવાનની પુજા-આરાધના અને આરતી સાથેના પાવન કાર્યો થયેલ શિવ મંદિરોમાં ભાવિકો માટે પ્રસાદ તેમજ ભાંગની પ્રસાદીનું વિતરણ કરાયું હતું.રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં જયદિપ અગ્રાવત દ્વારા પુલવામાં શહીદ થયેલ વીર જવાનોને યાદ કરતા હમ જીયેંગે ઔર મરેંગે એ વતન તેરે લિયે સહિતના દેશભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને દેશભક્તિના ગીતો માણ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text