હળવદના શિવાલયો હર હર મહાદેવ નાદ સાથે ગુંજી ઉઠયા

શિવાલયોમાં ચાર પ્રહરની પુજા, મહાઆરતી, લઘુરૂદ્ર સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

હળવદ : ધાર્મિક જગતમાં શિવરાત્રીનું અનેરૂ મહત્વ જાવા મળે છે. ચાર રાત્રી પૈકી શિવરાત્રી એટલે જીવનું શિવ સાથેનું આધ્યાત્મ મિલન. આ શિવરાત્રીના પવિત્ર દિવસે હળવદના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે વહેલી સવારથી જ ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોને વિવિધ સુશોભનોથી શણગારવામાં આવ્યા હતા.

છોટાકાશી તરીકે ઓળખાતી હળવદ નગરીમાં ચારેય દિશામાં શિવાલયો આવેલા છે. ત્યારે આજરોજ શિવરાત્રીના પવિત્ર દિવસે તમામ શિવાલયોમાં ચાર પ્રહરની પુજા, મહાઆરતી, લઘુરૂદ્ર સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદના શિવાલયોમાં શિવરાત્રીના પર્વે બપોરે ૧ર.૦૦ અને રાત્રીના ૧ર કલાકે આરતી કરવામાં આવતી હોય છે. જેનો વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિક ભકતોએ લાભ લઈ આરતી બાદ ભાંગ અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. શિવરાત્રીના મહાપર્વે શિવ આરાધના અને ઉપાસનાનું પણ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ છે ત્યારે અસંખ્ય લોકો શિવરાત્રીનું વ્રત કરી ઉપવાસ ધારણ કર્યું હતું.

આમ હળવદની છોટાકાશી નગરીમાં ધાર્મિક માહોલ વચ્ચે શિવરાત્રીના પાવન પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હળવદના વૈજનાથ મહાદેવ મંદિર, દંતેશ્વર મહાદેવ મંદિર, શરણેશ્વરણ મહાદેવ મંદિર, પંચમુંખી મહાદેવ મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en