જિલ્લા આયોજન મંડળ હસ્તકના વિવિધ જાગવાઈ તળે કામો સમય મર્યાદામાં પૂર્ણ ઉર્જામંત્રીની હળવદમાં તાકીદ

- text


મોરબી જિલ્લામાં વર્ષ ર૦૧૯/ર૦ માટે અંદાજે રૂ.૭૩૭ લાખના ૩૨૮ વિકાસના કામો મંજુર કરાયા

હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ મોરબી જિલ્લા આયોજન મંડળની રાજયના ઉર્જામંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા માટે વર્ષ ર૦૧૯/ર૦ માટે વિવિધ જાગવાઈ તળેના અંદાજે રૂ.૭૩૭ લાખના ૩૨૮ વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી અને સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા તાકીદે કરાઈ હતી.
આ કામોમાં વર્ષ ર૦૧૯/ર૦ માટે જિલ્લાના મોરબી તાલુકાના રૂ.૧.૪૦ કરોડના ખર્ચે ૬૯ કામો, માળિયા (મિ) તાલુકાના રૂ.૧.૧૦ કરોડના ખર્ચે પ૬ કામો, ટંકારા તાલુકાના રૂ.૧.૦૪ કરોડના ખર્ચે ૪૬ કામો, વાંકાનેર તાલુકાના રૂ.૧.૬૭ કરોડના ખર્ચે ૮૮ કામો, હળવદ તાલુકાના રૂ.૧.૩૩ કરોડના ખર્ચે ૬૬ કામો અને મોરબી જિલ્લાની નગરપાલીકાઓના રૂ.૮૩ લાખના ખર્ચે વિકાસના ૧ર કામો આ બેઠકમાં મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં પીવાના પાણી માટે રૂ.૬૧.રપ લાખ, ભૂગર્ભ ગટરના કામો માટે રૂ.રૂ.૧૦૩.૧૦ લાખ, સી.સી.રોડના કામો માટે રૂ.૧૦૧.૯પ લાખ, પેવર બ્લોકના કામો માટે રૂ.૬૬.ર૦ લાખ તથા અન્ય વિકાસના કામો માટે રૂ.૪૦૪ લાખ મંજુર કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રભારી સૌરભભાઈ પટેલએ અગાઉના વિવિધ જાગવાઈ તળેના કામોની સમીક્ષા કરીને સમય મર્યાદાના ગુણવત્તાયુકત કામો પૂર્ણ કરવા સંબંધકર્તા અધિકારીઓને તાકીદ કરી હતી. ઉપરાંત પ્રગતિના કામોનું ફોલોઅપ લઈને આદર્શ પધ્ધતિનું નિર્માણ કરવા જણાવ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી એન.જી.ચૌહાણે કર્યું હતું. આ બેઠકમાં સુરેન્દ્રનગર સાસંદ દેવજીભાઈ ફતેપુરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા, ચેરમેન જિલ્લા સામાજિક ન્યાય સમિતિ, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા અન્ય અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

- text

- text