મોરબીના શિવભક્તની અનોખી શિવભક્તિ : 42 વર્ષમાં 300 મંદિરોમાં ધજા ચડાવી

- text


દર વર્ષે શિવરાત્રીએ શિવમંદિરમાં જાતે બનાવેલી 15 ફૂટથી માંડીને બાવન ગજની ધજા ચડાવી બીલીપત્ર અર્પણ કરે છે આ શિવભક્ત : બીલીપત્રના 31 વૃક્ષો પોતે વાવ્યા

મોરબી : પ્રવર્તમાન જીવનશૈલી ભલે આધુનિક બની ગઈ હોય તેમ છતાં પણ હજુ ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અખંડ રહી છે.તેનું જીવતું જાગતું ઉદાહરણ મોરબીના એક વરિષ્ઠ નાગરિક છે.તેમણે નાનપણથી જ શિવભકિતને પોતાના જીવનનો મુદ્રાલેખ બનાવી દીધો છે.છેલ્લા 42 વર્ષથી દર શિવરાત્રીએ શિવમંદિરમાં જાતે બનાવેલી 15 ફૂટથી માંડીને બાવન ગજની ધજા ચડાવીને બિલપત્રો અર્પણ કરે છે. અત્યાર સુધીમાં તેમણે 300 શિવમંદિરોમા આસ્થાભેર ધજા ચડાવી છે.

મૂળ નાની બરાર ગામના વતની અને હાલ મોરબી રહેતા બિપિનભાઈ ગોરધનભાઇ રાચ્છને નાનપણથી જ ભગવાન ભોળાનાથ પ્રત્યે ભારે શ્રદ્ધા છે અને ભગવાન શિવના પરમ ઉપાસક છે. તેમને ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી તેમની કૃપા મેળવેવા છેલ્લા 42 વર્ષથી દર મહાશિવરાત્રીના પાવન અવસરે શિવમદિરોમાં જઈને ધજા ચડાવીને તેઓ કૃતાર્થ થાય છે. જોકે ભગવાન શિવની ભક્તિ કરવાનો મહાશિવરાત્રી પાવન અવસર છે અને આ પવિત્ર દિવસે ભગવાન શિવનો મહિમાગાન અને આસ્થા સાથે ભક્તિ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થતી હોવાની ધાર્મિક માન્યતા છે.તેથી જ તેઓ ખાસ શિવરાત્રીએ વિશેષ ધાર્મિક કર્યો કરે છે.જેમાં ખાસ કરીને દર શિવરાત્રીએ ત્રણથી ચાર શિવમંદિરોમાં ધ્વજારોણ કરે છે.જોકે તેઓ વિવિધ જાતની ધજા જાતેજ સીવીને બનાવે છે બાદમાં શિવરાત્રીએ આજુબાજુના શિવમંદિરોમાં તે ધજા ચડાવી બીલીપત્રો અર્પણ કરે છે.

- text

તેમણે 42 વર્ષમાં 15 ફૂટથી માંડીને 104 ફૂટ એટલે કે બાવન ગજની ધજા 300 જેટલા શિવમદિરોમાં ચડાવી છે.મોરબી આસપાસના શિવાલયોની સાથે કાશી વિશ્વનાથ, ઓમકારેશ્વર ,ઉજ્જૈન, બુઢા બાવા અમરનાથ સહિતના મંદિરોમાં ધજા ચડાવી છે.ઉપરાંત તેમણે મોરબીમાં 15 અને 16 ગ્રામ્ય વિસ્તારોમાં મળીને કુલ 31 બીલીપત્રોના વૃક્ષ વાવીને તેમાંથી જ બીલીપત્ર તોડીને શિવમંદિરમાં અર્પણ કરે છે.આ વખતે શિવરાત્રીએ તેમણે અગનેશ્વર, જનકલ્યાણ નગર, શંકર આશ્રમમાં ધજા ચડાવી હતી. આમ આ શિવભક્ત પોતાની અનોખી ભક્તિથી ભોળાનાથને પ્રસન્ન કરી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text